SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ - (૪૯). પિતાનું હદય ત્યાં જ મૂકી શરીરમાત્રથી ધનથી સાથે સંઘ સહિત ધનપાળ પાછો હીરણ્યપુરમાં આવી પહોંચ્યો. આ પ્રમાણે તીર્થહરતિ યાને શાસનઉન્નતિ કરી, ધનપાળ ધનથી સહિત સ્વર્ગ ભૂમિમાં જઈ વસ્યો. ત્યાં ઘણા કાળપર્યત દિવ્ય વૈભવને અનુભવ કરી (શુભકમ ખપાવી) માનવજન્મ પામી નિર્વાણપદ પામશે. અહીં સુદર્શન પ્રમુખ ઉત્તમ જીવોનું ચરિત્ર પૂર્ણ થાય છે. ઉત્તમ ગુણનું અનુમોદન અને અનુકરણ થઇ કરી) કહેવાવાળા અને સાંભળવાવાળા યાને વાંચવાવાળાના ભાવભયનો ઉછેર થાઓ. ચિત્રવાલ ગચ્છમાં મંડનભૂત ભુવનચંદ્ર ગુરુ થયા હતા. તેમના શિષ્ય દેવભદ્ર મુનિ હતા. તેમના ચરણના સેવક જગચંદ્રસૂરિ હતા. તેમને દેવેંદ્રસૂરિ તથા વિજયચંદ્રસૂરિ બે શિષ્યો હતા. આ પ્રબંધ માગધી ભાષામાં શ્રીમાન દેવેંદ્રસૂરિએ લખે છે. परमथ्था बहुवरणा दोगच्चहरा सुवबलंकारा। सुनिहिब कहा एसा नंदन्ड विबुहस्सिया सुइरं ॥१॥ ઘણા ધનવાળી– વિવિધ પ્રકારના અર્થવાળી -ઘણા ને વાળી (જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અથવા પવિત્ર આચરણવાળા પુરુષ કે સ્ત્રી એના ચરિત્રરૂ૫ રવાળી.) દરિદ્રતાને હરણ કરવાવાળી (દુર્ગતિનું હરણ કરનારી અર્થાત સદ્ગતિ આપવાવાળી ) સેનાના અલંકાર વાળી ( ઉત્તમ વર્ણરૂ૫ અલંકારવાળી અથવા ઉત્તમ વણે–અક્ષરે અને વિવિધ અલંકાર ઉપમા-વાળી )ઉત્તમ નિધાનની માફક આ સુદર્શનની કથા વિદ્વાને--જ્ઞાનીઓના આશ્રયવડે ઘણા કાળપયંત દુનિયામાં વિખ્યાતિ પામે. મતિમંદતાથી આ સુદર્શનના પ્રબંધમાં કૅઈ પણ સ્થળે સિદ્ધાંત
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy