SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ (૩પ૪) ઘણે આનંદ થશે. તેનું પદ્ય ( રામચંદ્ર) નામ રાખવામાં આવ્યુ. તે આઠમાં બળભદ્રપણે પ્રગટ થયા. પૂર્વે વર્ણન કરવામાં આવેલો ધનદત્તને જીવ અનેક તિર્યચેના ભવમાં ભ્રમણ કરી સુકૃતના ઉદયે તે પદ્મના લઘુ બાંધવ લક્ષ્મણ પણે જન્મ પામ્યા. શ્રીકાંતાને જવ, તે પણ અનેક તિર્યંચાદિ ભવોમાં ભમી સુકતના કારણથી સ્ત્રી-લાલુપી રાવણપણે ઉત્પન્ન થયો. ગુણુવતીને જીવ પણ અનેક ભવમાં ભ્રમણ કરી જનક રાજાને ઘેર જાની (સીતા) નામે પુત્રીપણે ઉપન્ન થઈ. તેનું પાણિ ગ્રહણ પદ્મ ( રામચંદ્રજી) સાથે થયું. રાવણે જાનકીનું (સીતાનું) હરણ કર્યું. તેને માટે જગપ્રસિદ્ધ ભયંકર યુદ્ધ થયું. તેમાં લક્ષ્મણને હાથે રાવણુ માર્યો ગયો. સુગ્રીવ વિધાધાર સાથે પદ્યને વિશેષ પ્રીતિ થઇ. આ રાવણ સાથેના યુદ્ધમાં રામચંદ્રને તેના તરફથી અમૂલ્ય મદદ મળી હતી. પૂર્વ જન્મના સ્નેહી ગુરુ શિષ્યો, ત્યારપછી જુદા ન પડતાં સાથે રહી ઘણા વખતપર્યત રાજ્યલક્ષ્મીનું પાલન કર્યું. વખતના વહેવા સાથે ભવવાસથી વિરક્ત થઈ સુગ્રીવે સશુર સમીપે ચારિત્ર લીધું. રામચંદ્ર પણ પિતાના લધુ બંધવ લક્ષમણના વિયોગે ચારિત્ર લીધું. તે બન્ને જણાએ ભવમાં જ્ઞાન, દશન, ચારિત્રનું એવી રીતે પાલન કર્યું-આરાધન કર્યું કે, સર્વ કર્મને ક્ષય કરી તે જ ભવમાં નિર્વાણપદ પામ્યા. (આ ઠેaણે સુગ્રીવ અને રામચંદ્રનું ચરિત્ર ઘણું જ ટુંકાણમાં આપવામાં આવ્યું છે. તેને વિસ્તાર લખતાં એક જુદું પુસ્તક થઈ શકે, માટે વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ પદ્મચરિત્ર વાંચી લેવું.) રત્નત્રયના આરાધન ઉપર છવૃષભનું દષ્ટાંત સાંભળી, તે ત્રણના આરાધન માટે, આત્મહિતચિંતકોએ ઉજમાળ થવું, જેથી જન્મ, મરણના દુખથી છૂટીને પરમ શાંતિ અનુભવાશે.
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy