SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ મોટાં વહાણ લઈ શુભ મુહૂર્ત સમુદ્ર રસ્તે પાટલીપુત્ર તરફ જવાનું પ્રયાણ કર્યું. અહા ! મનુષ્યો ચિંતવે છે જુદું અને થાય છે જુદું જ ગમે તેટલા ઉત્તમ મુહૂર્તો દો, તથાપિ પુન્યની પ્રબલતા સિવાય પ્રારંભેલ કાને પાર પામી શકાતો નથી. જ્યારે ભાગ્યેજ પ્રતિકૂલ હોય ત્યારે શુભ છે અને ઉત્તમ મુહૂર્તે શું કરશે ? વશિષ્ઠ ઋષિએ રામચંદ્રજીને રાજ્યારોહણ કરાવવાનું ઉત્તમ લગ્ન આપ્યું તે જ લગ્ન રામચંદ્રજીને વનવાસ જવું પડ્યું. કહ્યું છે– कर्मणो हि प्रधानत्वं किं कुर्वति शुभा ग्रहाः । वशिष्ठदत्तलग्नोऽपि रामः प्रवजितो वने ॥१॥ કવી કમની પ્રબળ વિષમતા ! દુર્ભાગ્યના ઉદયથી સમુદ્રમાં પવન પ્રતિકૂળ વાવા લાગ્યા. પવનના પ્રબળ ઝપાટાથી વહાણે જુદી જુદી દિશામાં જુદાં પડી ગયાં. સઢે ત્રટી ગયાં. પાણીનાં મોટાં મોટાં મોજાં ઉછળી ઉછળી વહાણમાં આવવા લાગ્યાં. પાણીનાં હલ્લેસાંથી વહાણુ ઊંચે ઉછળી ઉછળી નીચે પડવા લાગ્યાં. વહાણના બચાવ માટે કપ્તાનએ તથા અંદર બેઠેલ મનુષ્યોએ ઘણે પ્રયાસ કર્યો, પણ તે નિરર્થક ગયો. છેવટે જે વહાણમાં રાજા મહસેન હતો તે વહાણ પવનના તફાનથી સમુદ્રમાં આવેલા વિમળ નામના પહાડના ખરાબ ચડી ગયું, અને મોટા ખડકો સાથે અફળાઈ અફળાઈને ભાંગી ગયું. સુખને ઈચ્છક રાજા મેટી આફતમાં આવી પડશે. અથવા પૂર્વ કર્મના સંયોગે છે નાના પ્રકારની વિપત્તિઓ પામે તેમાં નવાઈ નથી. જળની સોબતવાળા-(શ્લેષ અર્થમાં જડની–અજ્ઞાનની સેબતવાળી) દુ:ખે સમુદ્રને પાર પમાડે તેવી જજરિત સ્થિતિવાળા (દુઃખે અંત પામી શકાય તેવા આશયવાળી ) સાંધાઓથી જુદા
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy