SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧૩ ) આ સમ્યક્ત્વ તેથી પણ વિશેષ દુર્લભ છે. મનમાં વિચાર કરવાની સાથે જ સમગ્ર ઇષ્ટ પદાર્થો આવીને હાજર થાય છે. એવું અમર (દેવ) પદ મેળવવું સુલભ છે. તેવા અમરના સમુદાય જેના ચરણાવિ'માં નમે છે તેવુ' ચંદ્રપદ્મ મેળવવું' તે પશુ સુલભ છે પણ સમ્યરત્ન મેળવવુ' તે દુČભ છે. ધન્ય પુરૂષાજ આ સમ્યકૃત્વ પામે છે. અને નિરતિચારપણે પાળનાર તેનાથી પણ વિશેષ ધન્યતમ છે. ઉપસ† જેવા પ્રસંગે ધર્માંમાં અડગ રહેનાર વીરપુરૂષાજ હાય છે, માટે હે રાજન્ ! કલ્પવૃક્ષ અને ચિંતામણુિના માહાત્મ્યને હઠાવનાર આ સમ્યક્ત્વત્નને પામીને તું પ્રમાદી ન થતાં, નિરંતર નિશ્ચલપણે તેનું પાલન કરજે. રાજાએ કહ્યું. ગુરૂરાજ ! આપની આજ્ઞા મસ્તક પર ચડાવું છું, આ પ્રમાણે કહી ગુરૂને નમસ્કાર કરી, પેાતાને કૃતાર્થ માનતા મંત્રિમંડળસહિત રાજા શહેર તરફ્ પા ફર્યા. ગુરૂરાજ પણ ત્યાંથી અન્ય સ્થળે વિહાર કરી ગયા. આ વાત તે નિર્વિવાદ છે કે, ઉત્તમ નિમિત્તોથી જીવે ગુણવાન અને છે. હજારા જીવાના જાન લેનાર આ નાસ્તિકવાદી રાજા ગુરૂના ઉત્તમ સમાગમથી ગુણુવાન થયા. તે નિરંતર અપૂર્વ જ્ઞાનમાં વધારો કરે છે, જ્ઞાનીઓને ઉપભ (મદદ) આપે છે. દીન, અનાથ છાને ઉલ્હાર કરે છે. સાત ક્ષેત્રમાં જરૂરીયાતવાળા પ્રસંગમાં દ્રવ્ય ખરચે છે. પેાતાના દેશમાં અમારો પડડ ફેરવે છે. ઊચતતા પ્રમાણે શીયળ પાળે છે. યથાશકિત તપશ્ચરણ કરે છે. અને નાના પ્રકારના ઉત્તમ મતારથાવાળી સદ્દભાવનાએ ભાવે છે. આ પ્રમાણે નાસ્તિક સ્વભાવને પણ ધર્માત્મા અનેલે રાજા આત્મ-ઉજવળતા કરવામાં આગળ વધતા જાય છે. એક વખત વનપાળકે, નરસુંદર રાજાને વધામણી આપી કે-મહારાજા ! આપણા ઉધાનમાં શશીપ્રભાચાય આવીને ઉત્તર્યાં છે. વધામણી લાવનારને પ્રીતિજ્ઞાન આપી, હર્ષાવેશથી પુન્નકેત અંગવાળા રાજા, ધણા પરિવાર સાથે ગુરૂને વંદન કરવા ગયા. ભકિતથી
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy