SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૨૩) ઉછરેલી છે. રસ્તાઓ વિકટ છે. પગે ચાલવું, ટાઢ, તાપ ક્ષુધા, તુષા વિગેરે રસ્તાઓમાં સહન કરવું જોએ, તે તારાથી કેમ બનશે ? શીળમતિ-પ્રાણનાથ ! આપ સાથે હોવાથી વિષમ માર્ગ પણ મને ધર સમાન થશે પણુ આપ સિવાય આ રાજમહેલે તે અટવી કે સ્મશાન સમાન મારે મન છે, ભિક્ષા પણ શુભકારી છે. પણ વ્યાધિવાળું શરીર દુઃખકારી છે તેમ આપની સાથે રહી દુ:ખ સહન કરવું તે સુખકારી છે પણ રાજમહેલમાં રહી આંતર દુઃખ વેઠવું તે ઠીક નથી. આપ મારી સાથે હશે તેા, સસરાજીનું કે પિતાજીતું મને કાંઈ પ્રયેાજન નથી. વિદ્યાને ખરૂં મુખ તેને કહે છે કેમનને શાંતિ મળે છે. તે શાંતિ મને આપ સિવાય કોઇ સ્થળે મળનાર નથી. રાજકુમાર———પ્રિયા 1 તમારા વિચાર સાથે આવવાના છે તે જલદી તૈયાર થાએ. આપણે અત્યારે જ અહીથી નિકળી જઋએ. કાઈને કહેવા પૂછવાની જરૂર નથી, રાણી તરત જ પેાતાના અને નાના પુત્રાને સાથે લઇ કુમાર પાસે આવી ઊભી. રાજકુમાર તરત જ એક દિશાને ઉદ્દેશીને તેઆ સાથે, શહેર છેાડી જંગલ ભણી ચાલ્યેા ગયા. રસ્તામાં રાણી પેાતાના મનમાં ચિંતા કરતી હતી. અહા ! કાં રાજ્યનું ઉત્તમ સુખ ? સ્નેહીઓની પ્રસન્નતા ? અને ઉત્તમ ભાગાની નિકટતા? સવ વસ્તુ એથ્રી કાળે નષ્ટ થઇ ? શું વિધિનુ વિલસિત ? કની કેવી વિષમતા ? રાજકુમાર દુ:ખના ખીલકુલ વિચાર નહિં કરતા તેમ મુખના ચહેરાને પણ નહિ બદલાવતા, વિખવાદ વિના પ્રસન્ન ચિત્તે આગળ ચાલ્યા જાય છે. કહ્યું છે કે बसणे विसायर हिया संपत्तीए अणुरत्ता न हुंति । मरणे व अणुधिगा साहससाराय सप्पुरिसा ॥
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy