SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮૮). નથી, પણ મારા અશુભ કર્મને જ દોષ છે, જ્ઞાની પુરુષો કહે છે કે सव्वो पुवकयाण कम्माण पावए फलविवागं । अवराहे गुणेसु य निमित्तमित्तं परो हाइ ॥१॥ - સર્વ જીવો, પૂર્વકૃત કર્માનુસાર ફળના વિપાકને (સુખદુઃખને) પામે છે, ઉપગારમાં કે અપરાધ કરવામાં બીજા જે નિમિત્ત માત્ર થાય છે. આ પ્રમાણે બને છે તથાપિ હું આપને પૂછું છું કે એ તે મેં આપને શું અપરાધ કર્યો હતો કે મને આ દુકસહ્ય દંડ આપ્યો. - રાજાએ કહ્યું-દયિતા ! જેમ વંજુલ વૃક્ષને ફળ હેતાં નથી, અને વડ તથા ઉમરાને ફૂલ હતાં નથી, તેવી જ રીતે તારામાં દોષને લેશ પણ નથી, મારી અજ્ઞાનતાથી જ દોષનો ભાસ થયો, ઇત્યાદિ કહીને તે ય પિતે કરેલ કુવિકલ્પ વિષે સર્વ હકીકત જણાવી. રાણીએ પણ જ. જી થયા, પિતાના હાથ કાપ્યા પછીની સર્વ હVીકત જણાવી. તે સાંભળી રાણીના શીયળ વિષે રાજાને મેટું આશ્ચર્ય ઉત્પન્ન થયું. રાજાએ કહ્યું, દેવી ! મારા આ સાહસ કર્તવ્યથી આ જગતમાં મારો અપયશને પટલ અને તારા દઢ શીયળથી શીયળ ગુણની ઉજજવળ યશપતાકા, નિરંતરને માટે આ દુનિયામાં ફરક્યા કરશે. કરૂણા સમુદ્ર ગુરુમહારાજના કહેવાથી મને તારા સમાગમની આશા થઈ હતી અને તેથી જ હું મરણ પામે નથી, કેમકે તેમ થવાથી તેને વળી બીજું દુઃખ થશે. આ ભયથી જ હું જીવતો રહ્યો છું. રાણીએ કહ્યું-ધન્ય છે તે નિર્મળ જ્ઞાનને ધારણ કરનાર પૂજ્ય ગુરુવર્યને કે જેણે તમને શુદ્ધ બુદ્ધિ આપી. તે મહાનુભાવ મુનીંદ્ર કયાં છે? મને બતા, તેમના દર્શનથી મારા આત્માને પવિત્ર કરું ઈત્યાદિ પરસ્પર દિલાસે આપતાં અને દિલગીરી જણાવતા તે નવીન રહગ્રંથીથી પુનડાયેલાં દંપતીને રાગી ક્ષણવારની માફક સમાસ ગઈ. સર્યોદય થતાં પિતાનાં ષટ્રકમાંથી નિવૃત્ત થઈ તે દંપતી (સ્ત્રી
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy