SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૩) * કાન નહિં. કુળના કલંકની પરવા ન કરતાં અસંભવનીય દેષની સંભાવના કરી અજ્ઞાન અંધતાથી મારા ઉદયને મેં વિચાર ન કર્યો. આસન પ્રસવવાળી રાણીના ઉપર મેં એવું દુરાચરણ કર્યું છે કે તેવું હું ચિંતવી પણ ન શકું તો કેવી રીતે બોલી શકું? અપવિત્રતાના ઉકરડા સમાન મારું મુખ દેખાડવાને પણ હું અસમર્થ છું. પ્રધાન! મારે માટે શહેરની બહાર ચિતા રચા, તેમાં પ્રવેશ કરી હું દુરાત્મા, મારા પાપી પ્રાણને ભસ્મીભૂત કરૂં. અકસ્માતું રાજાના મુખથી નીકળતા આ વચને સાંભળી, પરિજને આ શું થયું? રાજા શું કહે છે. તે સંબંધમાં શૂન્ય મનવાળા થઈ પિાક મૂકી રડવા લાગ્યા. થોડા જ વખતમાં રાણીના અમંગળની વાત નગરમાં ફેલાણી, ખરેખર રસવૃત્તિથી-ઉતાવળની કરેલા કાર્યનું દુખમય પરિણામ હૃદયમાં શલ્ય તુલ્ય સાલે છે. આ જ કારણથી વિચારપૂર્વક કાર્ય કરવા માટે મહાન પુરૂષે વારંવાર બોધ આપે છે. લોકો રાજાને ફીટકાર કરવા લાગ્યા, સ્વજન લેકે તેણીના ગુણ સંભારી રડવા લાગ્યા. રાણી ઉપરના આ જુલમથી આખા શહેરમાં હાહાકાર વર્તાઈ રહ્યો. રાણીના વિયોગો મનુષ્યના આકંદના શબ્દો, નિખર હૃદયના મનુષ્યને પણ રડાવે તેવા હતા. આથી રાજાને વિશેષ ગ થયા. રજા મંત્રી ! શા માટે તમે વાર કરો છો ? મારા હદયમાં થતી વેદનાથી તમે અજાણ્યા છે, આ કઠોર હદય પૂરતું નથી તેથી તમે મને નિખર ન સમજશે, મારે માટે ચિતા તૈયાર કરાવે. રાજાના આ શબ્દો સંભળી–મંત્રી, સ્વજન અને પ્રજાવશે રૂદન કરતાં રાજાને કહેવા લાગ્યા. દેવ! દાઝયા ઉપર વળી આ કે શા માટે પાડે છે ? વગર વિચારથી કરાયેલ કાર્યનું વિપરીત પરિણામ તે અનુભવીએ છીએ. તેટલામાં ફરી પાછું તમે આ શું કરવા . છે? ભયભીત અને કાયર મનુષ્ય ધર્યવાનને શરણે જાય છે જયારે
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy