SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૯) વારંવાર પૂછતી અને દીનમુખ થયેલી રાણીને દેખી તે નિષ્કરુણ સારથી પણ સકરણ થઈ કાંઈપણ ઉત્તર ન આપતાં રથથી નીચે ઉતરી પડે. હાથ જોડી, શેકથી ગદ્ગદિત કંઠે સારથીએ રાણીને કહ્યું. મહારાણું ! હું પાપી છું. ખરેખર હું નિષ્કરણ જ છું. વિધિએ મને આવાં નિપુર કાર્યમાં યોજેલો છે. સેવાવૃત્તિ દુ:ખરૂપ છે. અનિચ્છાએ પણ પાપકાર્યમાં જવું પડે છે. સ્વામીના હુકમથી ધાનની માફક પિતા સાથે યુદ્ધ કરનાર, અને સ્નિગ્ધ ભાઈઓને પણ નાશ કરનાર સેવાવૃત્તિથી આજીવિકા કરનાર ધિક્કારને પાત્ર છે. દેવી! રાજાની આજ્ઞાથી મને કહેવું પડે છે કે તમે રથથી નીચા ઉતરે અને આ સાલવૃક્ષની છાયા તળે બેસે. રાજાને આ આદેશ છે. આ સિવાય હું કાંઈ પણ વધારે જાણતો નથી. આ જિંદગીભરમાં કોઈપણ વખત નહિં સાંભળેલાં વીજળીના તાપથી પણ અધિક દુસહ સારથીનાં વચન સાંભળી રાણી રથથી નીચી ઉતરી. ઉતરતાં જ મૂર્છા આવવાથી જમીન પર ઢળી પડી. સારથી રથ પાછો ફેરવી શેક કરતો કરતે શહેર તરફ ચાલ્યા ગયે. ઘણી વખત પિતાની મેળે મૂર્છા વળતાં રાણી હિમાં આવી. પિતાના ઉત્તમ કુળગહને સંભારતી અને રૂદન કરતી રાણું વૃક્ષ નીચે બેઠી હતી. તેવામાં રાજાના સંકેતથી હાથમાં કૃતિકાને નચાવતી, કોપની ઉત્કટતાથી ભયંકર ભ્રકુટીને ધારણ કરતી, પ્રત્યક્ષ રાક્ષસીની માફક ચંડાળણું આવી પહોંચી. અને નિખર શબ્દોથી રાણીને તર્જના કરવા લાગી. એ પાપી ! અનિષ્ટ ચેષ્ટા કરનારી, રાજલક્ષ્મીને ઉપભેગ કરનારી, રાજાથી વિરુદ્ધ આચરણ કરતાં તને જરા પણ લજજા ન આવી? તારાં દુષ્ટ આચરણનું ફળ તુ ભોગવ. આ પ્રમાણે બેલતી ચંડાળાએ તિક્ષ્ણ કૃતિકાથી ભૂજાના મૂળમાંથી રાણુના બને હાથ કાપી લીધા, અને તે લઈને ચંડાળનું ત્યાંથી ચાલી ગઈ.
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy