SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૨) જણાવ્યું–ભગવાન ! જ્ઞાનીઓ સર્વ વાત જાણે છે. જિનેશ્વરના કહેલા ધર્મમાં સર્વ ધર્મોનો સમાવેશ થાય છે. આપ જેવા જ્ઞાની પુરૂષોએ અમારા કહેવા પ્રશ્નનો ઉત્તર આપો એ કાંઈ અશક્ય નથી. હે પ્રભુ! અમે સંસાર સમુદ્રમાં ડૂબેલા છીએ. ભવસમુદ્રમાં જહાજ તુલ્ય જિનેશ્વર ભગવાનને કહેલ ધમ અમને સંભળા અને યોગ્યતાનુસાર અમારો ઉદ્ધાર કરે. મુનિશ્રીએ જણાવ્યું-નૃપતિ ! ધમ સાંભળવાની તમારી પ્રબળ ઈચ્છા છે તો આત્માને હિત થાય તેમ જિનેશ્વર ભગવાને કહેલ ધર્મ, હું તમને સંભળાવું છું. તે ધર્મ સાંભળીને તમારે શકયનુસાર તેમાં અવશ્ય પ્રયત્ન કરો. જેને સયાસત્યને કે હિતાહિતના વિવેક નથી અથવા વિવેક આવ્યા પછી સમજવા અનુસાર પ્રયત્ન કરતા નથી તેઓ દુર્લભ ધર્માનિધાનને પામીને રૌર(દરિદ્ર)ની માફક ઉપભોગ કર્યા સિવાય ખોઈ બેસે છે. મોક્ષનગર તરફ ગમન કરવાના ભાગ તુલ્ય તે ધર્મ, ગૃહસ્થ અને ત્યાગી એમ બે પ્રકાર છે. ગૃહસ્થમાગ સરલ છે પણ લાંબા ચક્રાવામાં જતા સડકના માર્ગની માફક લંબાણ દસ્તાવાળે છે ત્યારે ત્યાગમા ઘણે નજીકનો પણ મહાન વિષમ છે. આ માર્ગમાં પ્રવેશ કરનાર મનુષ્યોએ સર્વ પાપના વ્યાપારનો ત્યાગ કરવો જોઈએ. જીવની હિંસા ન કરવી, અસત્ય ન બોલવું, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય સર્વથા પાળવું, મમત્વ યા મમતાને ત્યાગ કરવો, રસ્તે જોઈને ચાલવું, કોઈ જીવને દુઃખ થાય તેવી ભાષા ન બોલવી, આહાર-પાણી નિર્દોષ લેવાં. વસ્ત્ર પાત્રાદિ લેવાં મૂકવાં, મળ, મૂત્રાદિ ત્યાગ કરે તે જમીન આદિ પંજ-પ્રમાજી કોઈ જીવને દુઃખ ન થાય તેમ કર. મનથી ખરાબ વિચાર ન કરે. વચનથી મૌન પણ ધારણ કરવું અથવા વગર પ્રયોજને ન બોલવું. શરીરથી કાંઈ પણ અકાર્ય ન કરવું પણ ધાર્મિક કાર્યમાં તેને જવું. શત્રુ મિત્ર ઉપર સરખી દષ્ટિ રાખવી. તત્ત્વનો બોધ કરવો. પરની કથાને (વિકથાન) ત્યાગ કરવો. સરલ સ્વભાવી થવું. ગુર્વાદિની
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy