SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રદ્ધિ-સિદ્ધિનું ઉપનય ઉતારવા દષ્ટાંત વાંચનારને વૈરાગ્ય અને વિશેષ ધર્મપરાયણતા તરફ દોરનાર છે. આ પ્રમાણે નાના–મેટા પાંચ દષ્ટાંતે, તથા હંસહંસીના ભવનું ચિત્રસેન પદ્માવતીનું વર્ણન–વિગેરે બાબતોથી શણગારાયેલ આ પુસ્તક વાંચનારાઓને ખાસ નીતિ તથા ધર્મનાં સૂત્રોને ઉત્તમ પાઠ શિખવનાર છે. આ ગ્રંથ ઉપયોગી અને ખાસ મનનપૂર્વક વાંચવા લાયક, અનેક બાબતોને સૂચવનાર અને આદર્શજીવન ગાળવામાં સહાય આપનાર છે. પ્રશસ્તિમાં લખ્યું છે તે પ્રમાણે આ ગ્રંથ વિ. સં. ૧૫૨૪ માં ગ્રંથકર્તાએ લખેલ છે. શીલતરંગિણ નામના શિયલવતના માહાભ્યને દર્શાવનાર ખાસ ઉત્તમ ગ્રંથ ઉપરથી ઉદ્ધરીને આ ગ્રંથ તેમણે લખેલ છે તેમ કર્તા જણાવે છે. આ ગ્રંથકર્તાનાં બીજા કોઈ ગ્રંથે પ્રસિદ્ધિમાં આવેલ નથી. અંદરની લખેલી કથાઓ બીજા પણ ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ છે, તેથી તે કથાઓ મૂળ ગ્રંથ ઉપરથી સહજ ફેરફાર સાથે જુદા જુદા કર્તાઓએ લીધી હોય તેમ જણાય છે. પ્રાતે આ ભાષાંતરમાં તેમજ પંડિત એચ. બી. શાહે કરેલા પ્રફ સંશોધનમાં થયેલ ખલનાઓ માટે ક્ષમા યાચી શિયળ ગુણ આચરવા વાંચક બંધુ તથા બહેને વિજ્ઞપ્તિ કરી આ પુસ્તકની આ ટુંકી પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે. સં. ૨૦૩૦ ] અક્ષય તૃતીયા ! કાન્તિલાલ પિપટલાલ સંઘવી
SR No.023202
Book TitleChitrasen Padmavati Charitra
Original Sutra AuthorN/A
AuthorRajvallabh
PublisherRajendrasuri Sahitya Prakashan Mandir
Publication Year1974
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy