________________
જૈન મહાભારત.
( ૫૩૮ )
વ્યાકુળ થઇ ગયું છે. તે સ્ત્રી વશ થાય તેવી છે કે નહીં ? એ મારે જાણવાનું છે, હું ઘણીવાર પ્રેમથી તેણીની સામે જોઉં છું, પણ એ રમણી પેાતાના કામળ કટાક્ષેા મારી તરફ ફૂં કતી નથી. એ બાળાનું રૂપ કામદેવની સ્રી રતિથી પણ અધિક છે. તેણીના શરીરની સુંદરતા મારા મનને આકર્ષણ કર્યા કરે છે, તેથી તારે ગમે તે ઉપાય કરી મને એ સુંદરીના ચેાવનવયને સ્વાદ ચખાડવા. હું તને ઉત્તમ પ્રકારનાં આભૂષણૈાથી પ્રસન્ન કરીશ.
""
tr
તે પુરૂષનાં આવાં વચન સાંભળી તે ચતુર દાસી બેલી રાજકુમાર, આપે બતાવેલા આ કાર્યથી હું... પ્રસન્ન થઈ છું. આપનું કાર્ય સફળ કરવાને આ દાસી હાજર છે. એ સૈર શ્રી ગમે તેવી પવિત્ર હશે, તેાપણુ હું તેને ભ્રષ્ટ કરી આપની પાસે હાજર કરીશ. એ રમણી હવે આપનીજ છે, એમ નિશ્ચયથી જાણજો. તેણીના નવ યોવનના રસના ભક્તા થવાને આપ ભાગ્યશાળી થઈ ચુકયા છે. ” મા પ્રમાણે કહી તે સુદર દાસી તે પુરૂષને વિનયથી પ્રણામ કરી પોતાનું કાર્ય કરવાને ચાલી ગઇ હતી.
વાંચનારને આ પ્રસંગે જાણવાની તીવ્ર ઈચ્છા થઈ હશે. તેથી આ સ્થળે તેનું સ્પષ્ટીકરણ કરવું ચેાગ્ય છે.
પરાક્રમી અને પુણ્યવંત પાંડવા દ્વૈતવનને છેડી વિરાટનગરમાં આવ્યા હતા. માર્ગોમાં માવતાં એક આમ્રવૃક્ષ નીચે વિશ્રાંત થયા. તે વખતે યુધિષ્ઠિરે તેઓને જણાવ્યું હતુ