________________
કપટ દેહ,
(૩૮૭) બધા આનંદમય બની ગયા હતા. આ વખતે એક પુરૂષ આવી તેમની સમક્ષ ઉભું રહ્યું. તેણે યુધિષ્ઠિરને પ્રણામ કર્યો અને નમ્રતાથી જણાવ્યું, “મહારાજ આપને કાંઈ એકાંતે કહેવાનું છે ” તે પુરૂષનાં આવાં વચન સાંભળી યુધિષ્ઠિર પિતાના કુટુંબમાંથી જુદે થઈ તે પુરૂષને લઈ એક તરફ આવ્યું. તે પુરૂષે યુધિષ્ઠિરને કહ્યું “ મહારાજ હું પ્રિયંવદ નામે વિદુરને દૂત છું. તમારા પૂજ્ય કાકા વિદુરે તમને કહેવરાવ્યું છે કે, “જે મહેલમાં તમે ઉતર્યા છે, તે મેહેલ બનાવટ છે. તેની અંદર શણ, તેલ, અને ઘાસની યેજના કરેલી છે. તમને તેડવાને કપટ સંદેશ લઈ જે પુરેચન પુરોહિતને મેક છે, તે આવતી કૃષ્ણ ચતુર્દશીને દિવસે તે મહેલને આગ લગાડવાનું છે. અને તે યુક્તિથી દુર્યોધન તમારે નાશ કરવાને ઈચ્છે છે. આ વાત અમે કાનેકાન સાંભળી છે. તેથી તે સાચી છે. માટે તમે પ્રમાદમાં રહેશો નહીં. વળી આ ઘરમાંથી સુરંગ કરી તે માગે બાહેર જવાને માર્ગ કરવાને માટે એક શુનક નામને ચતુર માણસ વિદુરે મારી સાથે મોકલે છે. તે સુરંગ ખોદવામાં પ્રવીણ છે.” આટલું કહી તે પ્રિયંવદ યુધિષ્ઠિરને પ્રણામ કરી ત્યાંથી વિદુર પાસે ચાલ્ય આવ્યે. - હિતકારી વિદરનો સંદેશો સાંભળી યુધિષ્ઠિરને દુધન ઉપર ક્રોધ ચડે. પછી તેણે તે બધી વાત પિતાના બંધુઓને જણાવી. પછી તેમણે તે કપટ મેહેલની તપાસ