________________
(૭૪)
જૈન મહાભારત કાશીરાજની પાસે આવી બે –“રાજેદ્ર! તમારા મનમાં
ભ રાખશે નહિં. ક્ષત્રિઓની એવીજ પ્રવૃત્તિ છે. આ તમારી પત્રિઓનું હરણ મેં મારા ભાઈ વિચિત્રવીર્યને માટે કરેલું છે. હવે તમે તેમાં સંમત થાઓ અને આ ત્રણે પુત્રીએને તેની સાથે વિવાહિત કરી સુખી કરે. ભીષ્મનું પરાક્રમ જોઈ સંતુષ્ટ થએલા કાશીરાજાએ તે વાત માન્ય કરી અને અતિ આદરથી તે ત્રણે કન્યાઓ ભીષ્મને સેંપી, જેથી ભીષ્મ હૃદયમાં હર્ષ પામતે ત્રણે રાજરમણીઓને લઈ હસ્તિનાપુરમાં આવ્યું, પછી તેમનું પિતાના લઘુ ભ્રાતા વિચિત્રવીર્યની. સાથે મહત્સવ પૂર્વક લગ્ન કર્યું. રાજા વિચિત્રવીર્ય પિતાના જ્યેષ્ટ બંધુનું આ કૃત્ય જોઈ હદયમાં પ્રસન્ન થયા અને તેણે પોતાના પૂજ્ય બંધુને હૃદયથી ઉપકાર માન્યો.
કાશીરાજાની ત્રણે પુત્રીઓ કે જાણે શૃંગારરસની પૂતળીઓ કર્તાએ બનાવી હોય, તેમ રાજા વિચિત્રવીર્યના અંત:પુરમાં અલંકારરૂપ થઈ પડી. અંબા, અંબિકા અને અંબાલિકા–એ ત્રણ રાણીઓના શૃંગારરસને સ્વાદ લેવાને વિચિત્રવીર્ય સદા તત્પર રહેવા લાગે. અને વિષયરસમાં તલ્લીન થઈ તે શૃંગારસના મહાસાગરને ઉછાળવા લાગ્યા.