SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર નિર્માંળ સુવર્ણ સમાન ઉજ્વલ, પવિત્ર શીલરૂપી સૌરભથી યુક્ત હોવા છતાં પણ કેતકીના પત્રની જેમ પુત્રી પરના ઉપકાર માટે મનાવાઈ છે.” છ ૧૩ “કુલ, શીલ, સનાથપણું, વિદ્યા, ધન, શરીર અને વ્ય, આ સાત ગુણા વરમાં જોવા જોઈ એ, તે પછી કન્યા ભાગ્યને વશ છે.''. ૮ કન્યા ઉત્પન્ન થઈ, એ સાંભળી મેાટી ચિતા થાય છે, તે કાને આપવી તે અ'ગે' મેટા વિચાર થાય છે, પરણાવ્યા પછી તે સુખ પામશે કે નહિ ? તેની ચિંતા . થાય છે. ખરેખર કન્યાનું પિતૃત્વ કષ્ટદાયી છે.'' ૯ કન્યા જન્મે ત્યારે શાક થાય છે, તે મેાટી થાય ત્યારે ચિંતા વધે છે, પરણાવે ત્યારે દડ (દાયજો) આપવા પડે છે, કન્યાના પિતા હંમેશાં દુઃખી હાય છે.” ૧૦ એ વખતે કોઈ નૈમિત્તિક રાજસભામાં આવ્યેા. રાજાની ચિંતાનું કારણ પેાતાના જ્ઞાનથી જાણીને રાજાને કહે છે કે—હું રાજન્! તમે ચિંતા ન કરો. તમારી કન્યાના પતિ ગુણારૂપી રત્નાને ધારણ કરવામાં રત્નાકર સમાન આભાપુરીનેા રાજા થશે.” આ પ્રમાણે નૈમિત્તિકના વચનરૂપી અમૃતનું પાન કરવાથી ષિત મનવાળાં માત-પિતા વસ્ત્ર, ભૂષણ અને ધનથી નૈમિત્તિકના સત્કાર કરીને તેને વિસર્જન કરે છે. હું પણ પ્રિયનું નામ સાંભળીને રામાંચિત થઈ ને વચનાતીત આન≠ પામી.
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy