SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી થરાજ ચરિત્ર હિંસકમી સાથે સિંહલરાજાની વિચારણા તે પછી રાજાએ મને બોલાવીને કહ્યું : “હિંસક! કહે, હવે શું કરવું? આ વિદેશીઓને કેટલે કાળ છેતરવા? રતિના રૂપ કરતાં ચઢિયાતી રાજપુત્રી સાથે આપણુ કુઠીપુત્રને વિવાહ કઈ રીતે કરાય ? મને દુર્જન લોકને ઉચિત આ કૂડ-કપટનું કામ સર્વથા ગમતું નથી. માયાવી જને પોતાનું પુણ્ય હારીને ફક્ત દુઃખના ભાગી થાય છે. આથી પુણ્યરૂપી વેલના સમૂહને છેદવામાં કુહાડા સરખી માયા સર્વથા છોડી દેવા જેવી છે. તેથી આ મંત્રીઓને યથાર્થ સમજાવીને પિતાના દેશમાં વિસર્જન કર. બીજી વાત એ છે કે પુત્રને દેષ જાણવા છતાં આપણે દેવકુમારી સરખી રાજપુત્રીને કુઠી સાથે મરણાવીને કેમ દુઃખી કરીએ? પૂર્વજન્મમાં ઘણાં ફૂડકપટ કર્યા હશે, જેથી આ કથ્વીપુત્ર થશે. વળી આ ભવમાં જે ફૂડ-પ્રપંચ કરું તે તેના ફળ કેવાં થાય? તેથી હું તેવા પ્રકારના અનિષ્ઠ કરવા ઈચ્છતો નથી. હે હિંસક, અહીં તારે શું અભિપ્રાય છે? વિચારીને ચેનું કહે.” આ પ્રમાણે રાજાનાં વચન સાંભળી મેં કહ્યું : “હે સ્વામીન્ ! કુમારનું સ્વરૂપ આજ સુધી કઈ જાણતું નથી. જે એમ જ કરવાની તમારી ઈચ્છા હતી તે પહેલા ભૂમિગૃહમાં ગુપ્તપણે શા માટે છુપા? નીતિમાં નિપુણ એવા તમે મૂળથી જ અસત્ય માંગ શા માટે
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy