SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ २४८ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર એવા યૌવનને પામ્યા. સૂર્યની જેમ તે સર્વ પ્રકાશવાન થયે. એટલે સંસારથી વિરક્ત થયેલા વજનાભ રાજાએ રાજ્યભારને માટે સમર્થ એવા તે પુત્રને રાજ્યભાર સેપીને દીક્ષા અંગીકાર કરી, અને નિરતિચાર સુંદર ચારિત્ર પાળી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ગયા. હવે વિશાળ વક્ષસ્થળવાળ, બળદ જેવા સ્કંધવાળ, શાલ જે દઢ, મહા ભુજાવાળે, સ્વકર્તવ્યમાં સમર્થ એવા તેના દેહમાં જાણે ક્ષત્રિય ધર્મ આશ્રિત થયે હેય તે, જલજંતુઓ અને રત્નથી સમુદ્રની જેમ ભીમ અને કાંત (સુંદર) એવા રાજગુણેથી આશ્રિતોને પ્રેમાળ, દયાળુ અને મને હર એ સુર્વણબાહુરાના પિતાનું રાજ્ય પાળવા લાગ્યું. તેના રાજ્ય પાળવાના સમયમાં સાત ઈતિઓ કદાપિ પ્રગટ ન થઈ-તે આ પ્રમાણે – મતિદાવાદ-બૂ રામા ફુવા | खचक्रं परचक्र च, सप्तैता ईतयः स्मृताः" ॥ “અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઉંદર, તીડ, અને પોપટની ઉત્પતિ, સ્વચક્ર અને પરચકને ભય-એ સાત ઈતિ કહેવાય છેએ સાત ઈતિઓ ઉત્પન્ન ન થવાથી આનંદી થઈને લોકે વર્તતા હતા. એકદા વસંતઋતુ આવવાથી અનેક વૃક્ષે પલવિત અને પુષિત થયા. જેમાં એલાયચી, લવીંગ, કપૂર અને સેપારીના સંખ્યાબંધ વૃક્ષો પલ્લવિત થયા. કેળ, લવલી, દ્રાક્ષ, નાગરવેલ,
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy