SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૪૫ એમ વિચારી તેમણે બાણ મારીને જમીન પર પાડી દીધા. તે વખતે બાણના ગાઢ પ્રહારથી પીડિત થયા છતાં લેશ પણ આ કે રૌદ્ર સ્થાનને વશ તે મુનિ ન થયા. તે મનમાં ચિંતવવા લાગ્યા કે – “હે જીવ! તેં જ કરેલા પૂર્વકર્મનું ફળ સહન કર કારણ કે – "उपेक्ष्य लाष्टक्षेप्तार, लौष्ठ दृष्ट्वाति मंडलः । सिंहस्तु शरमप्रेक्ष्य, शरक्षेप्तारमीक्षते ॥ ઉપદેશમાળામાં પણ એવા જ ભાવાર્થની એક ગાથા છે કે -કુતરે ઢેફાંના ફેંકનારને ન જોતાં ઢેફાને કરડવા જાય છે અને સિંહ બાણને ન જોતાં બાણ મારનારને પકડે છે–તેની તરફ દષ્ટિ ફેંકે છે.” પછી પંચ પરમેષ્ઠિ નમસ્કારનું સ્મરણ કરીને અને સમ્યફ પ્રકારે આલેચના કરીને મુનિએ આ પ્રમાણે અનશન કર્યું - હું ચાર શરણને અંગીકાર કરું છું. અરિહંતશરણ, સિદ્ધશરણું, સાધુશરણ અને જિન ધર્મશરણ –એ ચાર શરણ મને પ્રાપ્ત થાઓ. તેમજ અઢાર પાપસ્થાનના હું પચ્ચખાણ કરું છું. તે આ પ્રમાણે –પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન, દ્રવ્યમૂચ્છ, ધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, રિતિ અરતિ, પરંપરિવાદ, માયામૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય-એ અઢાર પાપસ્થાનોને હું સિરાવું છું, મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક ગુરૂને નમસ્કાર કરું છું.'
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy