SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાશ્વનાથ ચરિત્ર ૧૪૫ લાભ પણ મળતું હતું, તેથી તેના દેહમાં રૂપ, કાંતિ અને તેજ ધીમે ધીમે વધવા લાગ્યા. એકતા કૌટુંબિકની સ્ત્રી તેને જોઈને કામાતુર થઈ, અને અસતીજનને વેગ્ય એવા વચને તે બહુધા બાલવા લાગી. તે સાંભળીને રાજા ચકિત થઈને ચિત્તમાં ચિંતવવા લાગ્યો કે - “અરે દેવ ! તારે આધિન એવું રાજ્ય અને ધનાદિક ભલે જાઓ, પરંતુ શીલ મારે આધીન છે તે ન જાઓ. પણ હવે અહીં રહેવાથી મારા શીલને ભંગ થશે, માટે અહીંથી અન્યત્ર જતે રહું વિરૂદ્ધ ભૂમિને ત્યાગ કરવો તે જ યોગ્ય છે” એમ ચિંતવી તેને આગ્રહ છતાં જેમતેમ જવાબ દઈને તે ઘરમાંથી ચાલ્યો ગયો. દેશાંતરમાં ભમતાં એક સ્થળે શ્રી આદિનાથનું દેરાસર તેના જોવામાં આવ્યું. તે દેરાસરમાં પ્રવેશ કરી શ્રી ઋષભદેવને સ્તવીને તે ગવાક્ષમાં બેઠે. એવામાં કેઈ યક્ષિણી ત્યાં આવી, અને જિનેશ્વરને પ્રણામ કરીને પાછા વળતાં તેણે તે રાજને જે. એટલે રતિપતિ સમાન તેના રૂપને જોઈએ મેહવશ થઈ કામાતુર થયેલી તેણે રાજાને કહી કે - હે સુંદર પુરૂષ! મારી સાથે તું પંચવિધ વિષયસુખ ભેગવ, હું તને મનવાંછિત આપીશ. તું જલ્દી મારા વિમાનમાં આવીને બેસ, નહિં તે હું તને અત્યંત દુખ દઈશ અને તારે મરણના સંકટમાં પડવું પડશે તે સાંભળીને રાજાએ વિચાર કર્યો કે –“અહો ! જેનાથી હું ડરીને દૂર ભાગ્યો, તેજ આગળ આવીને ઉભું રહ્યું.” એમ ચિંતવીને તે બોલ્યો કે – અહો ! દેવી! મારે પરનારીને નિયમ છે, તેથી મારાથી
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy