SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૪. અહી તેના પતિ રાજાને પત્નિ વિના અત્યંત દુઃખ થઈ પડયું. અંતરમાં બળતો એવા દુઃખને અનુભવ કરતાં તે અંતરમાં વિચારવા લાગ્યો કે : “અહે ! હું ખરેખર કઠેર હદયને છું, કેમકે રાણીના દુઃખને તે વિચાર જ કરતું નથી. મારા વિયોગથી પીડિત થયેલી તે શું કરશે ? ઠીક છે, હે દેવ ! તારા મનોરથ ભલે પૂરા થાય.” એ પ્રમાણે વિચારતાં હવે શું કરવું જોઈએ એ પરિસ્થિતિમાં મૂઢ બનીને જેટલામાં બેઠા છે તેટલામાં શ્રીસાર શેઠ ત્યાં આવ્યો. પિતાના. પાડાના માણસની સંભાળ કરતાં તે (રાજા) જવામાં આવ્યું, એટલે શેઠ બોલ્યા કે હે ભદ્ર! તું ચિંતાતુર કેમ દેખાય છે? રાજા લજાવશ થઈને ઉત્તર આપી ન શકશે, એટલે પાસે રહેલા માણાએ શેઠની આગળ બધું જ બન્યું હતું તે કહી સંભળાવ્યું; એટલે શેઠ બોલ્યા કે “હે મહાભાગ! હવે શું થાય ! કમની ગતિ વિષમ છે. કહ્યું છે કે વર્ધમાન જિનને નીચ ગોત્રમાં અવતાર, મલ્લિનાથને સ્ત્રી પણું, બ્રહ્મદત્તને અંધત્વ, ભરતરાજાને પરાજ્ય, કૃષ્ણને સર્વનાશ, નારદને નિર્વાણ અને ચિલાતી પુત્રને પ્રશમના પરિણામ પ્રાપ્ત થયા તે વિચારતાં સ્પર્ધામાં તુલ્યરૂપ એવાં કર્મ અને આત્મવીર્યમાં કર્મ પ્રગટ રીતે જયવંત વતે એમ જણાય છે, પરંતુ તમારે ગભરાવું નહિ. હવે પછી તમારા ભજન, શયન વિગેરેની હું વ્યવસ્થા કરીશ. બીજું પણ સાંભળે અહીં મેં કરાવેલ ચૈત્યમાં તમારે ત્રિકાળ દેવપૂજા કરવી અને તમારા પુત્રોએ દરરોજ આપણી વાડીમાંથી પુષ્પ લઈ આવવાં.” રાજાએ પુત્ર સહિત તે વાત કબુલ રાખીને તે પ્રમાણે કરવા માંડયું. આ જગતમાં જે રીતે દૈવ પટહ વગાડે તે પ્રમાણે
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy