SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ કથા સદ્ધાર નાની અને ભેળી બાળાઓ ચંદ્રના પ્રતિબિંબને સુંદર વિકસ્વર ફુલોને દડો માની, લેવા દેવી જતી અને હાથ ન લાગતાં વિલખી બની ધીરે ધીરે પાછી વળતી. આ નગરના રાજ્યસિંહાસનને શ્રી “નરવાહન” રાજા શોભાવી રહ્યા હતાં. પુણ્યશાળી પુરૂષે પણ એમને પિતાના નાથ તરીકે સ્વીકારવામાં ગૌરવ અનુભવતાં હતાં. સાક્ષાત્ ધનપતિ શ્રી કુબેર જેવા ગણાતા હતા. એ રીતે નરવાહન નામને સાર્થક કરનારા હતા. ફણિધર પિતાની બેજીભથી તદ્દધને પી જાય છે તેમ આ રાજા પિતાની બેધારી તલવાર દ્વારા યશ પ્રભા રૂ૫ શત્રુઓના ધવલ દૂધને પી જતા હતા. એથી એઓની પરાક્રમી તરીકે ખ્યાતિ વ્યાપ્ત બની. - નિર્મળ, સુગંધી અને વિકસિત માલતીલતાનું પુષ્પ ભ્રમરને પિતા ભણું આકર્ષે તેમ નરવાહન રાજાના હૃદયને આકર્ષનારી ગુણવતી “વિમલમાલતી પટ્ટરાણી હતી. રિપુકારણ રાજકુમારને જન્મ: હે અગ્રહીતસંકેતા ! ભવિતવ્યતાએ મને વિમલમાલતી મહારાણીની કુક્ષીમાં સ્થાન આપ્યું. ગર્ભકાળ પુરે થતાં શુભ દિવસે મહારાણની કુક્ષીથી જન્મ થયો. મારા જન્મની સાથે જ મારા જુના મિત્ર પુણ્યદયને પણ જન્મ થયે. ૧ નરવાહનઃ નર-મનુષ્ય. મનુષ્ય છે વાહન જેને તે નરવાહન, કુબેર દેવતાને નરનું વાહન છે, એ રીતે અહીં બે અર્થ છે.
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy