________________
૩૦૦
ઉપમિતિ કથા સારોદ્ધાર
સુનયને ! ગડદા પાટુના પ્રહારે દ્વારા મારું શરીર તદ્દન અશક્ત બની ગયું હતું. પેટમાંથી લેહી નીકળવા લાગ્યું. છેલ્લા શ્વાસોશ્વાસ ચાલવા લાગ્યા. મારી એક ભવવેદ્ય ગુટિકા પૂર્ણ થઈ અને હું મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયે.
ભવિતવ્યતાએ મને નવી ગુટિકા આપી. તેના પ્રભાવથી પાપિષ્ટ નિવાસ નગરીના સાતમા મહાતમઃ પાડામાં પહોંચી ગયે. ત્યાં મને પાપિક કુલપત્રક બનાવવામાં આવ્યો. તેત્રીસ સાગરેપમ સુધી રહેવાને હુકમ થયે. અનેક દુઃખે અને ત્રાસ ભગવતે વજન કંટકમાં આમ-તેમ અથડાતે કુટાતે. મેં મારું વેદનાભર્યું જીવન પૂર્ણ કર્યું.
ભવિતવ્યતાએ બીજી ગોળી આપીને પંચાક્ષપશુ સંસ્થા નમાં મને મેકલી આપે, ત્યાં હું શિયાળ બન્યું. એ રીતે શેખીને મારી સ્ત્રી ભવિતવ્યતાએ અસંવ્યવહાર નગર સિવાયના બધા સ્થાનમાં મને મોકલે, હું પણ એની આજ્ઞા પ્રમાણે વર્તન કરતે રહ્યો.
દરેક ભવમાં મને હીનજાતિ, હીનકુળ મળતું હતું. ત્યાં પણ મારી જીભ કાપી નાખવામાં આવતી હતી. મૂંગે બનાવી દેવામાં આવતે અથવા અસ્પષ્ટ શબ્દ મહાપ્રયત્ન બેલી બતાવનાર થતો. મારી દુર્દશાઓને પાર નથી, કપરામાં કપરી યાતનાઓ મુંગા મુંગા મેં સહી. દરિદ્રતા અને અપમાન મારી પ્રારબ્ધમાં સર્વત્ર લખાએલાં હતા. ભિક્ષાવૃત્તિ અને દીનતાથી જીવન જરૂરીયાત મહામુશ્કેલીથી પૂર્ણ થતી.