SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ નરવાહન દીક્ષા ૧૮૫ આપની દીક્ષા લેવાની ચાહના ઘણી ઉત્તમ છે. અમલમાં વિલખ કરવા ઉચિત નથી. તમારા જેવા વિશારદ વ્યક્તિએ માટે પાવનકારી દીક્ષા મગળભૂત છે. કાણુ એવા મૂખ હશે કે મહામેહાર્દિશત્રુથી ભય પામીને જૈનપુરના રક્ષણની મગળકામના ના કરે ? ગુરુદેવની ઉત્સાહવની વાણી સાંભળી દ્વીક્ષા લેવાના ભાવમાં ઘણા વધારા થઈ ગયા. દીક્ષાના ભાવ અમલમાં મૂકવા નિર્ણય કર્યો. પણ રાજ્યગાદી ઉપર કાને સ્થાપન કરવા એ વિચાર સ્હેજ મુંઝવવા લાગ્યા. એમણે પેાતાની વેધક દૃષ્ટિ ચારે તરફ ફેરવવી ચાલુ કરી. અગૃહીતસંકેત ! હું રિપુદારણુ એ વખતે સભામાં શ્રોતા તરીકે બેઠેલા હતા. પિતાજીની નજર મારા ઉપર પડી. કુશેદિર ! હું એ વખતે ક્ષુધા, તૃષા અને શ્રમના કારણે અત્યંત દુરૈલ અને કૃશ ખની ગયા હતા. મારા જુના મિત્ર પુણ્યાય રીસાઇને સભામાંથી ચાલ્યે ગએલા તે પાછા ધીર ધીતે ફરકવા લાગ્યા. એ ફકતા પુણ્યના લીધે પિતાજીને વિચાર આવ્યે. અરેરે ! મે' નાહક પુત્રને ઘર બહાર કાઢી મૂકયા. મારા દ્વારા દૂર કરાયા પછી એ ખિચારા કેવી અનાથ જેવી દુર્દશાને ભાગવી રહ્યો છે ? હા ! હા! દિકરા જેવા દિકરાને મે ધક્કો મારી, તિર * સંસારી જીવ રિપુદારણના ભવની પેાતાની વાત પ્રજ્ઞાવિશાળા અગૃહીતસ`ક્રેતા, ભવ્યપુરૂષ-સુમતિ અને સદ્દાગમની સમક્ષ કહી રહ્યો છે.
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy