SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ ઉપમિતિ કથા સારિદ્વાર હેય એમને પ્રભાવ અને સત્તા ન ચાલતાં હોય? વિમર્શ ભાણેજ! “નિર્વતિ” નામની નગરી છે અને ત્યાં રહેલાં આત્માઓ ઉપર આ દુષ્ટ રાક્ષસીએનું કશુંએ ચાલતું નથી. નિવૃતિમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ચારિત્ર અને અનંતવીર્ય હોય છે. ત્યાં સત-ચિત્—આનંદ સદા સ્થાયી હોય છે. આ રાક્ષસીઓને ત્યાં પ્રવેશ પણ થઈ શકતો નથી. પછી તે ઉપદ્ર અને તેફાને કરે ક્યાંથી? જેણે નિવૃતિ–મેક્ષમાં જવું હોય તે એણે સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્મચારિત્ર માટે ઉદ્યમ કરવો જોઈએ. આ સાધને દ્વારા પ્રાણ મેક્ષનગરમાં સહેલાઈથી જઈ શકે છે. ભાઈ! આ ભવચકનગરમાં સદા અને સર્વત્ર સાતે રાક્ષસીઓનું વર્ચસ્વ રહેવાનું જ. એ સાથે બીજા પણ ઉપદ્ર યાતનાઓ અને દુઃખ પણ સદા રહેવાના છે. ભવચકના ચાર મેટા અવાંતરનગરની અને બીજા અવાંતરનગરોની પણ આ જ પરિસ્થિતિ રહેવાની છે. પ્રકર્ષ મામા ! આવું વર્ણન સાંભળવા દ્વારા મને એમ લાગે છે કે આપે ભવચકને દુખ ભરપૂર વર્ણવ્યું. ભવચક્રમાં કાંઈ મજા જેવું નથી. સુખને સ્વાદ કે આનંદની લહેર નથી. માત્ર સંતાપ, યાતના, કષ્ટ અને મનદુખ ભર્યું છે. વિમર્શ–ધન્ય, વત્સ ધન્ય! તું મારા કહેવાનો ભાવાર્થને બરોબર સમજે છે. ખરેખર ભવચક દુઃખથી જ ઉભરાઈ રહ્યું છે. સુખની છાયા એમાં ક્યાંય નથી.
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy