SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ મેહ પરિવાર ૧૫૩ સમૂહ નામ એક રાખ્યું છે. “કષાય”ના નામથી એ સૌ ઓળખાય છે. એ સેળમાં માતેલા સ્કૂલ ચાર બાળકે દેખાય છે તે. મહાભયંકર છે. એમને “અનંતાનુબંધી” કહેવામાં આવે છે. મિથ્યાદર્શન સેનાપતિનું એમને પીઠબળ છે તેથી ઘણું વધુ લોકરંજાડ કરે છે. આ ચારેની કનડગત હોય ત્યાં સુધી પ્રાણીઓને સમ્યગ દર્શનની પ્રાપ્તિ કે તત્ત્વને માર્ગ પ્રાપ્ત થઈ શકે નહિ. અનંતાનુબંધી ચાર બાળકે કરતાં સહેજ પાતળા દેખાય છે. તે ચાર બાળકોને મહાપુરૂષે “અપ્રત્યાખ્યાની”+ કહે છે. બહિરંગ પ્રાણીઓને આ બાળકે સહેજ પણ તત્ત્વમાગે ચાલવા દેતા નથી. તત્તવમાગને જોઈ શકે, એના લાભાલાભને વિચાર કરી શકે પણ જીવનમાં અમલ કરવાની વાત આવે ત્યાં આ બાળકે એવી ખબર લઈ નાંખે કે પ્રાણુ તત્વમાગે ચાલવાનું નામ ન લે. વિરતિને સ્વીકાર ન કરવા દે. * કષાય–સંસારને લાભ કરાવે છે. ક્રોધ, માન, માયા અને લભ છે. અનંતાનુબંધી ક્રોધ. અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લેભ. એ ચાર કષાય વધુ માથાભારે અને નરકગતિના દેનાર માનેલા છે. + અપ્રત્યાખ્યાની ક્રોધ, અપ્રત્યાખ્યાની માન, અપ્રત્યાખ્યાની માયા, અપ્રત્યાખ્યાની લોભ. આ ચારે દેશવિરતિને લેવા દેતાં નથી.
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy