SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫e. ઉપમિતિ કથાસાદ્ધિાર એવું એનું ગુણવાચક નામ છે. ભાઈસાહેબ ભયનું શરીર સદા કંપમાન જ હોય છે. બહિરંગ પ્રદેશના પ્રાણીઓની ચિત્તવૃત્તિમાં જ્યારે એ ભય પિતાનું સ્થાન જન્માવે છે, ત્યારે એ પ્રાણીઓના મુખકમળો શ્યામ, નિસ્તેજ અને દયામણું બની જાય છે. એમના નયને દયાની પ્રાર્થના કરતાં હોય છે. હાય અમારું શું થશે ? હાય અમારું શું થશે ?” એવા ભાવે હૃદયમાં ઉત્પન્ન થવાના કારણે ભયથી ગભરા બનેલા હરણીયા જેવા મૂઢ બની જાય છે. શું કરવું અને કેમ બચવું, એ બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. કેટલાક પ્રાણ ભયના પ્રતાપે સત્વહીણું બની જાય છે. ભયના માર્યા પિતાના શત્રુને નમે છે. કાંઈક બિહામણું વાતાવરણ સર્જાય તે તરત જ જ્યાં ત્યાં પલાયન થવાને પ્રયાસ આદરે છે. ભયના અર્ધ આસને બિરાજી રહેલા છે એ એમના વહાલા પત્ની છે. એમનું નામ “હીનસત્તા” છે. પતિદેવના પ્રત્યેક કાર્યમાં તન મનથી સહયોગ આપી પિતાનું નામ સાર્થક કરે છે. પતિદેવને પ્રસન્ન રાખવામાં પિતાની ફરજ સમજે છે. શેક : ભદ્ર! ભયની બાજુમાં જ પેલે કાક જે શ્યામ માનવી દેખાય છે તે “શોક” છે. આને પરિચય આપણને અગાઉ
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy