SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ કથા સદ્ધાર પ્રકર્ષ—આપણે એ પુરૂષની પાસે જઈએ અને એની સાથે વાર્તાલાપ કરીએ. મામા-ભાણેજ મિથ્યાભિમાન પાસે પહોંચી ગયા અને પૂછયુઃ આર્ય ! આ નગર સમૃદ્ધ હોવા છતાં જનસંખ્યા ઘણું ઓછી છે એનું શું કારણ? મિથ્યાભિમાન–આ વાત જગતપ્રસિદ્ધ છે, છતાં તમે એ વાતથી અજાણ છે, ભારે આશ્ચર્ય ગણાય? વિમ–આર્ય! આપે અમારા ઉપર ગુસ્સે ન થવું. અમે અજાણ્યા મુસાફીર છીએ. અમને એ વાતને ખ્યાલ ન હેય એમાં શું આશ્ચય ? મિથ્યાભિમાન–ખરેખર એમ જ હોય તે સાંભળે. આ નગરના નાયક વિશ્વવિખ્યાત શુભનામધેય શ્રી “રાગકેશરી” મહારાજા છે. સુગૃહીત નામધેય મહામહિમ શ્રી “મહામહ” એમના પૂજ્ય પિતાજી છે. “વિષયાભિલાષ” વિગેરે એમના મહામંત્રીઓ છે. એ બધા વડેરા પુરૂષે યુદ્ધયાત્રા માટે ગએલા છે. એમને ગયાને આજે અનંતકાળ થઈ ગયો છે. એટલે આ નગરની જનસંખ્યા અલ્પસંખ્યક જણાય છે. વિમર્શ–ભાઈ મિથ્યાભિમાન ! શ્રી રાગકેશરી મહારાજાને કેની સાથે યુદ્ધ ચાલે છે? મિથ્યાભિમાન–પાપામા “સંતેષ” નામના માનવ સાથે. વિમર્શ–મિથ્યાભિમાન ! “સંતેષ” સાથે યુદ્ધ થવાનું શું કારણ છે?
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy