SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦. ઉપમિતિ કથા સારદ્વાર જડકુમાર રસનાદેવીમાં એટલે આસક્ત બની ગયો કે એને વ્યવહારની શિષ્ટતાનું પણ ભાન ન રહ્યું. નગરના નરનારી દ્વારા ઘણી નિંદા થતી પણ એનું લક્ષ ન જતું. રસનાને રાજી રાખવા જતા ઘણાં કષ્ટ આવી પડતાં તે એને સમભાવે સહી લેતે. એટલું જ નહિ પણ દુઃખને પણ સુખ જ માની લેતે. વિચક્ષણકુમારની વિચક્ષણતા : વિચક્ષણકુમારે પણ લોલતાદાસીના વચન સાંભળ્યાં. વિચાર્યું કે આ રસનાદેવી મારા પણ પત્ની થાય છે. કારણ કે મારા વદનકેટર ઉદ્યાનના મહાબીલ-ગુફાની અંદર એનું સ્થાન છે. એનું લાલન-પોષણ કરવું એ મારી ફરજ છે. પરંતુ આ લેલતાદાસી કહે એ રીતે તે નહિં જ વર્તવાનું. એમ જે વર્તવા જઈશ તે મારું આવી જ બનશે. દાસીને રે આદર અને આભાર માન મેઘ પડી જાય તેમ છે. આ રીતે સુવિવેકથી નિર્ણય કરી ઉત્તમ, સાત્ત્વિક અને ધર્માનુકૂળ અશન-પાન દ્વારા રસનાદેવીનું પોષણ કરે છે, પણ લોલતાની વાતનું ધ્યાન સરખું આપતું નથી. એટલે એના દિવસ સાત્તિવકસુખમાં જાય છે. ધર્માનુકૂળ આહાર-વિહારથી વિચક્ષણકુમારને ધર્મ, અર્થ અને કામની સાનુકૂળતા પ્રાપ્ત થઈ. પરનાગરિકેને પ્રશંસાપાત્ર વ્યક્તિવિશેષ બની ગયે. કઈ જાતના કષ્ટ એના શિરે આવતાં જ નહિ, સુખમાં વિઘ્ર ઉભુ થતુ નહિ. સજ્જન પુરૂષો એના સાથી બનતા અને નગરની ઉત્તમ નામાંકિત વ્યક્તિઓમાં એની ગણના થઈ.
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy