________________
૩૬૮
ઉપમિતિ કથા સારદ્વાર
જ્વાળાઓ સાથે ભભૂકી ઉ. મારૂં મુખ ક્રૂરતા ભર્યું લાલચેળ બની ગયું. હું નિષ્ફર વચનેથી તાડૂકી ઉ.
અરે ! મુડદાલ!! મારા પ્રિય મિત્ર વૈશ્વાનરને અને મારી પ્રિય પત્ની હિંસાને દુષ્ટ કહો છે? અરે ! એ તે મારા જીવન-પ્રાણાધાર છે. અરે નાલાયક! એટલે વિચાર પણ તને નથી આવતું કે “મારું આ રાજ્ય કેના પ્રતાપે છે?”
અરે, મૂર્ખના સરદાર! મદદ્ધત અને શૂરવીર અંગ કલિંગના અધિપતિ રાજાઓને હિંસા અને વૈશ્વાનર સિવાય શું તમારે બાપ જિતી શકવાને હતે? દુષ્ટ ! મારા મિત્ર અને પત્નીને પાપી કહેનાર તું કેણ છે?
કનકશેખરને તાડૂકી કહ્યું. અરે ! બદમાશ!! શું તું મારા કરતાં પણ ડાહ્યો થઈ ગયે છે? બાયલા ! તું મને શું જોઈ શિખામણ આપવા નિકળી પડે છે? તારૂં સંભાળ વાંદરા ! તને કેણે ડહાપણ કરવા કહ્યું? હરામખેર! તારા મનમાં શું સમજે છે?
મારું આવું આચરણ જેઈપિતા-પુત્રને ઘણું આશ્ચર્ય થયું. મારી મૂર્ખતા ઉપર એ પિતા-પુત્ર હસી પડ્યા. | મારા મનમાં થયું, અરે ! આ પિતા-પુત્ર મારી કરી કરે છે? દુષ્ટો હસીને મારું અપમાન કરે છે? નાલાયકને ખબર લઈ નાખું. શું એ લેકે મને સમજે છે? બાયલાઓને