SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપપ યુદ્ધમાં વિજય અને વિવાહ એમને એક પુત્રી હતી. તે પુત્રી કામદેવને રતિ પ્રમોદ કરવા ક્રીડાંગણ સમી, દેવીઓને પણ ઈર્ષા ઉપજાવે તેવી સુવર્ણ રેખા જેવી રૂપવતી અને લાવણ્યવતી હતી, એનું નામ “કનકમંજરી” હતું. મારે રથ રાજાના દરબારગઢ તરફ આવી રહ્યો હતે. તે વખતે કનકમંજરી ગોખમાંથી ઉભી ઉભી મને પ્રેમભરી નજરે નિહાળી રહી હતી. શિકારીના બાણથી ભેળી હરિણી વિંધાઈ જાય તેમ કનકમંજરી મને જોતાની સાથે જ કામદેવના બાણથી વિંધાઈ ગઈ હું પણ ચારે તરફ નજર ફેરવતે જતું હતું. અચાનક કનકમંજરી ઉપર મારી નજર ઠરી. થાકેલા અને તૃષાથી નૃષિત થએલા મુસાફરની પાણીની પરબ ઉપર નજર જાય અને એ વખતે એને જે શાંતિ થાય. તેમ મારી નજર પણ અમૃતપુંજસમી એ કન્યા ઉપર શાંત અને સ્થિર બની ગઈ. કનકમંજરીની અને મારી કીકીયાએ એક બીજાને નેહથી નિહાળવું પ્રારંભ કર્યું. અમારી તારામૈત્રી ત્યાં થઈ ગઈ અમારા બન્નેની નજર ખંભિત બની ગઈ, એકબીજાના હદય એકબીજા ઉપર આકર્ષાયા અને એક બીજાના હદયની ત્યાં આપ-લે થઈ ગઈ. અમારી નજર એ વખતે એવી સ્થિર હતી કે અમને બીજું કાંઈ ભાન ન રહ્યું. પરંતુ મારે ચકર સારથી તેવી
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy