SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ નક શેખર ૩૧ ૬ ખમંત્રીના હૃદયમાં વિષ રેડાયું. અત્યંત દ્વેષ જાગૃત થયેા. જિનશાસનની પ્રભાવના એ સહન ન કરી શકયા. એક દિવસે મંત્રીએ એકાંતમાં બિરાજેલા પૂજ્ય પિતાજીને અહુજ કાળજી અને સફાઈ પૂર્વક મિઠા શબ્દોમાં વિનતિ કરી. દુખતુ હૃદય દ્વેષના હલાહલથી ભર્યુ હતુ. મત્સ્ય મહામગરમચ્છ, ગ્રાહ, જલઘેાડા વિગેરે ડરાવણા જલજ તુઓના સમુહથી સમુદ્ર જેમ મહાભયંકર જણાય છે તેમ મિથ્યાવ દ્વેષ, અજ્ઞાન, કદાગ્રહ વિગેરે દોષાના કારણે દુર્મુખ નુ હૃદય અત્યંત તેજો દ્વેષી હતું. એમાં માત્ર કાતીલ ઝેર ભર્યુ હતુ. એણે પિતાજીને વિનંતિ કરતાં કહ્યું— હે રાજન ! આપણા કુમાર કનકશેખર ધના નામે રાજ્યનીતિનું મહાઉલ્લંઘન કરી રહ્યા છે. આ રીતથી રાજ્યના વહીવટ ખારવાઇ જશે. વ્યવસ્થા તંત્ર નબળું બની જશે. અમને કુમારશ્રીની નીતિ ચેાગ્ય જણાતી નથી. લેાકાને કરમુક્ત કરવામાં આવશે તે સ્વતંત્રતાને વરેલા એ લાક કયા અનર્થાં નહિ આચરે ? રાજ્યદડના ભયથી લેાક સમુહ મર્યાદાઓનું પાલન કરે છે. પણ કરમુક્ત થવાથી સ્વતંત્ર બનેલા તે આપણુ કાંઈ પણ સાંભળશે નહિ. સ્વત ંત્ર થતાં સ્વચ્છ ંદતા વધશે અને એમાંથી અનાય આચરણા કરતાં શીખશે. આપણું ૨૧
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy