SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ ઉપમિતિ કથા સાદ્ધિાર શકે ખરૂં? મનીષી જેવી શુભનિષ્ઠા બીજામાં પણ સંભવી શકે ? આચાર્ય શ્રી – હે રાજર્ષિ ! મનીષીકુમારની માતા શુભસુંદરી છે, એ વાત તમને અગાઉ જણાવી ગયા. તમને આ વાત ખ્યાલમાં પણ હશે. એ ગુણવતી શ્રી શુભ સુંદરીના જેટલા પુત્રરત્ન છે તે બધા મનીષીકુમાર જેવા શુભ અને સ્વચ્છ પરિણામ વાળા હોય છે. રાજર્ષિ શત્રમર્દન મર્મ તત્ત્વ પામી ગયા. છતાં અન્ય શ્રોતાઓને આ વિષયને સ્પષ્ટ બોધ થાય એ ખાતર પુનઃ પ્રશ્ન કરે છે. હે ભગવંત ! શું શુભસુંદરી રાણીને ઘણા પુત્રો છે? આચાર્ય શ્રી હે આયુષ્યન! ત્રણલેકની અંદર જે આત્માએ મનીષકુમાર જેવા નિર્મળ હૃદયવાળા છે. તે સૌ શુભસુંદરીના જ પુત્ર ગણાય છે. વળી જે આત્માઓ મધ્યમબુદ્ધિ સાથે ગુણદોષમાં મળતાં આવે તે બધાને સામાન્ય રૂપાના પુત્ર સમજવા અને બાળ જેવા અધમ પુરૂષને અકુશળમાળાના પુત્ર જાણી લેવા. રાજર્ષિ- હે ભગવન! જે આપ કહે તેમજ હોય તે એને અર્થ મારી જાણ મુજબ એવું જણાય છે કે કર્મ વિલાસ રાજાને શુભસુંદરી સામાન્યરૂપ અને અકુશલમાલા એ ત્રણ રાણીઓ છે. રાણીને ઉત્તમ મધ્યમ અધમ એમ ત્રણ કક્ષાના પુત્ર છે. આ ત્રણ પ્રકારમાં વિશ્વના તમામ
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy