SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ રહo ઉપમિતિ કથા સદ્ધાર તરવરતી હતી. ગમે તે ભેગે મદનકંદલીના શરીરને ભેગસ્પર્શ કરવો જ જોઈએ, એ વિચારમાં ખૂબ ઊંડો ઉતરી ગયે. પરિણામે એ મગજને કાબુ ગુમાવી બેઠે. જ્ઞાનતંતુઓ શૂન્ય બની ગયા. વિમનસ્ક થઈ ગયે. શરીરમાં કઈ ભૂત પિશાચે પ્રવેશ કર્યો હોય તેમ ઊભું થાય છે. એ દુબુદ્ધિને પિતાના વડિલ ભાઈઓ પડખે બેઠાં છે, મહારાણીની પાસે જ મહારાજા બેઠેલાં જ છે, આચાર્ય ભગવંત ઉપદેશ આપી રહ્યાં છે, અનેક શ્રોતાઓની વિદ્યમાનતા છે, તે કશું ખ્યાલમાં ન રહ્યું અને મહારાણી મદનકંદલી તરફ દોટ મૂકી. અકાળે શ્રોતાગણમાં હાહારવ થવા લાગે. “અરે! આ નરાધમ શું છે? અરે! આ દુષ્ટ પાપી કોણ છે?” વિગેરે અવાજે થયા, તેથી રાજાએ તરફ નજર ફેરવી કોલાહલ થવાનું કારણ શું છે? એ તપાસવા લાગ્યા, ત્યાં બાળ એમની નજરમાં આવી ગયે. બાળના નેત્રના વિકારે અને શરીરના આકારથી રાજાને એના દુષ્ટ આશયને તરત જ ખ્યાલ આવી ગયે. અને રાજાનાં નેત્રે ક્રોધથી અંગારા જેવા લાલઘુમ બની ગયાં, મુખ વિકરાળ બની ગયું. જેથી હુંકારે અને ગર્જના કરી. - રાજાની હંકાર–ગર્જના સાંભળતાં જ બાળને
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy