SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ઉપમિતિ કથા સારદ્વાર વળી સ્પર્શનના પ્રતાપે મનુષ્ય અનાને છાજે તેવા કૃત્ય કરે છે. મનની મલીનતા કરે છે. માટે એની સંગતિ વધુ પડતી થાય છે એ ઠીક થતું નથી. બાળને આટલા દુઃખો પડ્યા અને હજુ જે સ્પર્શનની મિત્રતા નહિ તજે તે ન જાણે કેટલા દુઃખો સહન કરવા પડશે ? વચ્ચે જ બાલ બોલી ઊઠે. અરે ભાઈ મનીષી ! આ તમે શું બોલી રહ્યાં છે? ભયભીત બનેલી હરણીના વિકસિત નયનેવાળી મદનકંદલી મહારાણીને હજુ પણ પ્રાપ્ત કરૂં તે એના સ્પર્શ સુખ પાસે આ અલ્પદુઃખને શો હિસાબ? મેટી ઇરછાઓ ધરાવનારા અને મહાકાર્યની સિદ્ધિ કરનાર ગૌરવશીલ પુરૂષને કાર્ય સિદ્ધિ કરવામાં વચ્ચે વચ્ચે આપત્તિ આવી પડે એથી ગભરાયા વિના પિતાના કાર્યને વળગી જ રહે છે. ભય પામી કાર્ય સિદ્ધિના પ્રયત્નને ત્યાગ નથી કરતા. કાયર પુરૂષો જ આપત્તિથી ડરી જઈ પુરૂષાર્થ કરતાં અટકી જાય છે. વિચારશીલ મનીષીએ જાણ્યું કે બાળ હિતશિક્ષા માટે તદ્દન અગ્ય છે. “પત્થર ઉપર પાણીની જેમ આનું હદય છે. નરમ બને તે શક્ય જ નથી, એમ મનમાં નિર્ણય કરી મધ્યમબુદ્ધિને બાજુના ઓરડામાં લઈ જાય છે. અને કહે છે. હે મધ્યમ! મેહાધીન બાળ પિતાના હિતને પણ જાણતા નથી. અસહ્ય વેદનાઓ આ જીવનમાં જ સહન કરી.
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy