SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ઉપમિતિ કથા સારદ્વાર રતિકેલીપ્રિય” વિદ્યાધર અમારા રાજાના પ્રિય મિત્ર છે. એ એક દિવસે મળવા આવેલા અને સીમાવતી રાજાઓના ત્રાસ નજરે નિહાળ્યાં. એથી રતિકેલી વિદ્યારે અમારા રાજાને જણાવ્યું. હે મિત્ર ! અત્યંત તેજસ્વી, પ્રભાવશાળી, મહાક્રૂર એવી અપૂર્વ વિદ્યા તને આપું. તું એ વિદ્યાને સાધના દ્વારા સિદ્ધ કર, એ વિદ્યા સિદ્ધ કર્યા પછી શત્રુ રાજાઓ તારું કાંઈ બગાડી શકશે નહિ. તું એમનાથી કદી હાર પામીશ નહિ. અમારા રાજાએ આભાર માને. રતિકેલી વિદ્યાધરે વિદ્યા શિખવાડી અને છ માસ પર્યત પૂર્વસેવા કરાવી. આજથી આઠ દિવસ પહેલા રતિકેલિ વિદ્યારે અમારા રાજાને વિદ્યાની સાધના કરાવી. બીજે દિવસે રાજાને અને એક અજાણ્યા માનવીને લઈ અહીં આવે. એ અજાણ્યા માનવીના શરીરમાંથી માંસ અને લેહી કાઢીને સાત રાત સુધી રોજ હોમ કરવામાં આવતું હતું. પછી એ માનવીને રાજાએ દેખરેખ માટે મને સેં. હે ભદ્ર! કદાચ એ અજાણ્યા માનવી તારે ભાઈ હઈ શકે. | મધ્યમે કહ્યું હે આર્ય ! જે આપ કહે તેમ જ હોય તે કૃપા કરીને એ માનવીને અહીં લાવે. મારે બધું છે કે નથી, તે હું ઓળખી લઈશ. નંદ રાજપુરૂષ તે માનવીને લાવે છે. મરણ તુલ્ય ૧. પૂર્વ સેવા – વિદા એ રાધના કરવાની પૂર્વ તૈયારી. ટ્રાયલ.
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy