SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ઉમિતિ કથા સારાદ્વાર આ જાતના ઉદ્ધત જવામ સાંભળી મધ્યમબુદ્ધિએ વિચાર્યું, કે ઉખર ભૂમિમાં વર્ષાનુ મીઠુ પાણી નકામુ જાય, તેમ બાળના ઉખર હૈયામાં મારી વાણી નિષ્ફળ જાય છે. આંધળા આગળ આરિસો ધરવા જેવું છે, એમ વિચારી મૌન રહ્યો. ૧૬ વસંત ઋતુનું આગમન અને ઉદ્યાનમાં ગમન : આ રીતે મનીષી, મધ્યમબુદ્ધિ અને બાળ પોતપાતાને અનુરૂપ વતી રહ્યાં છે ત્યાં વિલાસના અધિષ્ઠાતા કામદેવને જાગૃત કરનારી વસંત ઋતુની પધરામણી થઈ. વસંતના આગમનની સાથે વનરાજી ખીલી ઉઠી. વાતાવરણમાં વિલાસ છવાયું. પુષ્પલતાએ હરિયાળી બની ગઈ. પુષ્પગુચ્છો હાસ્ય કરતાં જણાવા લાગ્યાં. ભમરાઓ ગુંજારવમાં કામદેવના ગીતા ગાવાં લાગ્યા. કાયલા કલકલ પંચમસૂરી પેાકારી રમણીયાના મનને વિહ્વળ અનાવવા લાગી. મયૂરનો કેકારવ વિરહિણીની વ્યથાને વધારતાં હતાં. વન વિભાગ વૃક્ષી, લતા, રિયાળીઓ, પુષ્પશુક્ષ્મા, લતામંડપો વિગેરેથી યુવક યુવતીઓને આન ંદ માણવા આમ ત્રણ આપતુ હતુ. વસંતની રળીયામણી અન ગત્રયેાદશીના દિવસે માતા અકુશળમાળા અને મિત્ર સ્પન સાથે પેાતાના ભાઈ મધ્યમને લઈ ખાળ “લીલાર” ઉદ્યાનમાં ગયા. આ ઉદ્યાન નંદનવનની ઉપમાને ધારણ કરતું હતું.
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy