SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ -- - : ૨as 12ઉપમિતિ કથા સારોદ્ધાર પરમાણુઓની બનેલી એ સ્ત્રી અને એના જેવા બીજા, પ્રાણીઓ આ સભામાં સત્વહીન બની જાય છે, એટલે તે તમારા શરીરમાંથી નીકળી દૂર જઈને બેઠી છે. એ તમારી રાહ જુવે છે. કાલજ્ઞ અને વિચક્ષણ સભામાંથી બહાર નિકળે અને હું કયારે એમના શરીરમાં પ્રવેશ કરૂં, આ વિચાર કરી રહી છે. ભેગતૃષ્ણને નાશ કયારે ? | હે તારક! આ “ભગતૃષ્ણાની ” લપથી અમારે છૂટકવાર કયારે થશે ? એ અમને કયાં સુધી પરેશાન કર્યા કરશે? કાલજ્ઞના આ પ્રશ્નના ઉત્તરમાં પૂજ્ય આચાર્યશ્રીએ જણાવ્યું કે– “આ ભવની અંદર તમે સર્વથા ભગતૃષ્ણને તિલાં- જલિ આપી શકવાના નથી. એને સર્વાશે તજી શકવાની તમારામાં હાલમાં શક્તિ પણ નથી. પરંતુ ગતૃષ્ણાને નાશ કરવાની શક્તિને આપનાર સમ્યકત્વને તમે પામ્યા છે. આ ભવની અંદર શક્ય હોય ત્યાં સુધી ભેગતૃષ્ણને અનુકૂળ હોય એવું ન આચરવું. વિકારી વાસનાઓને અનુકૂળ ન થવું. આવા પ્રયત્ન દ્વારા ધીરે ધીરે તમે ભેગતૃષ્ણાના સંપૂર્ણ નાશ કરવાની શક્તિ મેળવી શકશો.” વ્યંતર દંપતિ ગુરૂદેવશ્રીના મુખથી આ ઉપાય સાંભળીને અતિ ઉલસિત થયાં. “આપે અમારા ઉપર મહાન ઉપકાર કો’ એ પ્રમાણે બોલી, ગુરુદેવને વંદના કરી.
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy