SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫o ઉપમિતિ કથા સારોદ્ધાર હાલમાં કુમારને એક ગુપ્ત મિત્ર છે. તે કોઈને જેવામાં આવી શકતું નથી. એનું નામ પુણ્યોદય છે. આના. પ્રતાપે વૈશ્વાનરથી થતાં અનર્થો અને હાનિ દૂર થશે, વૈશ્વાનરથી થએલા અવગુણે પુણ્યદયના પ્રતાપે દેખાશે નહિ, પણ ઢંકાઈ જશે. પદ્મરાજા– આપે છેલ્લું વચન સુંદર જણવ્યું. એનાથી દિલમાં કંઈક શાંતિ થઈ, હૃદયમાં સંતોષ જણાયે. હે કમલાક્ષી અગૃહતસંકેતા! આ વખતે મધ્યાહન સમયની સૂચના આપતે એક લેક રાજાના બંદીએ પિકા. આ જગતમાં તેજની વૃદ્ધિ ક્રોધ કરવાથી થતી નથી પણ મધ્યસ્થ ભાવ કરવાથી થાય છે. આ પ્રમાણે લોકોને જાણ કરવા સારૂં સૂર્યનારાયણ હાલમાં મધ્ય ગગનમંડળમાં આવી બિરાજ્યા છે.” આ ીિતે બંદીએ હિતશિક્ષા આપી અને મધ્યાહન સમય થયે છે એમ પણ જણાવી દીધું. સભાની પૂર્ણાહૂતિ : અવનીપતિ શ્રી પદ્મરાજાએ જાણ્યું કે મધ્યાહન સમય થઈ ગયો છે એટલે દેવજ્ઞભૂષણ શ્રી જિનમતજ્ઞને અને કળાચાર્યને ચગ્ય સન્માન આપવા પૂર્વક વિધિવત્ વિદાય આપી. | મારા પિતાજીને જિનમતજ્ઞના વચનથી જાણ થઈ ચૂકી હતી કે નંદિવર્ધનને સુધારવાને ઉપાય આપણી પાસે છે નહિ, છતાં પણ પુત્ર ઉપરના વાત્સલ્ય અને મેહના કારણે એમણે વિદુરને બોલાવીને જણાવ્યું. ”
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy