SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ ૨૫૯ જાણે એ મંત્રીઓ સામે જ ઊભાં છે, એમ માનીને પ્રસન્નચંદ્ર એમની સાથે જેશપૂર્વક યુદ્ધ કરવા લાગ્યાં. એમાં એમની પાસેના બધાં હથિયાર ખલાસ થઈ ગયાં. એથી તે એમને વધુ ક્રોધ ચડયો. એમણે વિચાર્યું કે આ લેકીને મારાં શિરસ્ત્રાણથી હણ નાખું.' આ વિચાર આવતાં જ એમને હાથ મસ્તક ઉપર ગયો. તે મસ્તકે તે મુંડન કરેલું હતું. એનું એમને ભાન થયું. તરત જ એમને પોતાનું ચારિત્ર યાદ આવ્યું. એમને થયું. અરે રે! આવાં કર રૌદ્રધ્યાનમાં રાચનારા મને ધિક્કાર થાઓ. હું તે નિર્મમ છું. મારે એ પુત્રનું કે એ મંત્રીઓનું શું પ્રયજન છેહું તે બધું ત્યજીને આવ્યો છું.' આ વિચારમાં ને વિચારમાં એમને મેહ દૂર થયે. વિવેક બુદ્ધિ પ્રગટી. એ મુનિએ ત્યાં રહ્યાં રહ્યાં જ ભક્તિથી -અમને વંદન કર્યું, અને પોતાના દુર્ગાનની આલોચના કરીને, પ્રતિક્રમણ કરીને પાછાં શુભધ્યાનમાં તેઓ મગ્ન બન્યાં. દુર્ગાનના સમૂહને બાળી નાખે.” પ્રસન્નચંદ્ર-ઋષિનું આ ઉત્તમ ચરિત સાંભળીને ભાવિત બનેલાં ધર્મવીર રાજ શ્રેણિકે ભગવાન મહાવીરને ૧ પૂજ્યપાદ આચાર્ય ભગવંતે ૧૭ દિવસ નંદિસૂત્ર ઉપર પ્રવચને આયાં બાદ તેઓશ્રીની તબિયત નાદુરસ્ત થતાં પ્રાચન ન આપી શકાયાં. સત્તરમ-છેલ્લાં પ્રવચનમાં આવતાં પ્રસન્નચંદ્ર ઋષિના કથાનકને અવશિષ્ટ સંદર્ભ અહીં લખીને ઊમેર્યો છે. ૨ પરિશિષ્ટ પર્વ–સર્ગ ૧ શ્લેક હ૭ થી ૯૧
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy