SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ શ્રી નંદિસૂત્રનાં પ્રવચને પણ એનાથી છૂટે? ન જ છૂટે. કૃપણથી-કંજૂસથી ન જ છૂટે. દાનના સંસ્કાર હોય તે જ છૂટે. શ્રેણિક રાજાને ત્યાં કપિલા દાસી હતી, એ દાન ન આપી શકે. જગમાં ચાર વાનાં એવાં છે કે જે એના જીવતાં કેઈ દિ ન લેવાય. કયા ચાર વાનાં? તે– कृपणानां धन, नागानां फणमणिः, केसराश्च केसरिणाम् । कुलबालिकानां शीलं. कुतो गृह्यन्ते ह्यमृतानाम् ।। આ ચાર વસ્તુ એના માલિક જીવતા હોય ત્યાં સુધી ન લેવાય. “પાનાં ધ', કૃપણ પુરુષ હોય, એને માંડમાંડ કેટલી મહેનતે ધન મયું હોય એ એનાથી ન છૂટે. ચમડી તૂટે પણ દમડી ન છૂટે. એ તે એ મરી જાય પછી જ છૂટે. જીવતાં નહિ. બીજું શેષનાગના માથાને મણિ. એ જીવતે હેય ત્યાં સુધી ન લેવાય. મરી જાય પછી જ લેવાય. અને સિંહની કેસરાઓએ સિંહ જીવતે હેય તે કઈ દિવસ ન જ લેવાય. એ મરે, પછી જ લેવાય. અને એ જ રીતે કુલવતી બાલાઓનું શીલ એના જીવતાં લૂંટાય ખરું? ન જ લૂંટાય. મર્યા પછી જ લૂંટાય. એના જીવતાં નહિ. એક કવિએ વળી જુદી જ રીતે રચના કરી છે. દાખલા તે એકના એક જ હોય પણ કવિઓ એની જુદી જુદી રીતે રચના કરે છે.
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy