SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ શ્રી નંદિસૂત્રના પ્રવચન તે કરે, પણ અંદરથી ન્યારો રહે. એ અંતરાત્મસ્વરૂપ છે. આવું સ્વરૂપ જેને થાય, અને એને જે કુટુંબની ચિન્તા -વિચારણા થાય, તે મધ્યમ મેહચિંતા છે. - ત્રીજી કામચિંતા કીધી છે. જીવને સવારથી સાંજ સુધી સારાં રૂપ કયાં મળે? સારાં રસ ક્યાં મળે? સારાં ગધ ક્યાં મળે? સારાં સ્પર્શ ક્યાં મળે? સારાં શબ્દ ક્યાં મળે ? આ એક જ વિચાર એને થતું હોય છે. એને ભક્ષ્યાભઢ્યને, પિયાપેચને ને કર્તવ્યાકર્તવ્યને કઈ વિચાર ન હોય. કેવળ વિષયેની ને કામભેગની જ ચિન્તા હોય. જે વિષયની ચિંતવના કરવામાં આવે તેય આત્માને અધ:પાત થાય છે, તે એના સેવનની તે વાત જ શી ? માટે જ મુનિઓને કીધું છે કે હે મુનિઓ ! તમે કામગના ને વિષયના સંકલ્પને કાઢી નાંખજે. कहं नु कुज्जा सामण्णं, जो कामे न निवारए ?। पए पए विसीयंतो, संकप्पस्स वसं गओ ॥ દશવૈકાલિકસૂત્રમાં મનક મુનિને ઉદેશીને શય્યભવસૂરિ મહારાજાએ આ ઉપદેશ આપીને અમને પણ ઉપદેશ આપે છે. આ ગાથા મુનિઓને કાયમ ગણવાની હોય છે. અત્યારે પણ આ ગણ્યા પછી જ અમારે આહાર પાછું કરવાના હોય છે. આમાં કીધું છે કે – હે મુનિ! તેં પ્રભુની પ્રત્રજ્યા ઉત્તમ ભાવનાથી લીધી
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy