SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧co શ્રી નંદિસૂત્રનાં પ્રવચન અહીં બીજા આગમની નિંદા નથી કરવાની. પણ જે સ્પષ્ટ લાગે છે તે તે સમજવું જ જોઈએ. ત્યાં એ જ વેદમાં આગળ જતાં બતાવ્યું છે કે અમુક વિધિમાં, મધુપર્કની વિધિમાં યજ્ઞમાં ને શ્રાદ્ધમાં માંસ ખાવાની છૂટ છે. ત્યાં શું કહે છે? :– यज्ञार्थं पशवः सृष्टाः, स्वयमेव स्वयम्भुवा । यज्ञोऽस्ति भूत्यै सर्वस्य, तस्माद् यज्ञे वधोऽवधः ।। યજ્ઞમાં જે વધ કરાય, તે વધ નથી. કેમ નથી? તે સ્વયંભૂ કહેતાં બ્રહ્માએ આ જગત બનાવ્યું છે. તેમાં તેમણે પિતાની મેળે જ આ પશુઓને પણ બનાવ્યાં છે. અને યજ્ઞ એ કેવી વસ્તુ છે? આ સર્વ પશુઓની ભવાંતરમાં ઉત્તમ આબાદી થાય, સ્વર્ગલેકની પ્રાપ્તિ થાય, માટે આ શાસ્ત્રમાં-વેદમાં યજ્ઞ કરવાનું કહ્યું છે. માટે યજ્ઞમાં વધ કરે એ વધ નથી, અવધ છે. આ હું મારાં ઘરનું નથી કહેતે. જેને જેવું હોય એ મનુસ્મૃતિના પાંચમા અધ્યાયમાં જોઈ લેજે. આમ એક તરફ “ હિંયાત સમૂતાનિ' કહે છે, ને વળી પછી હિંસા કરવાનું કહે છે, એ તે ગણેશને નમસ્કાર લખીને મેલું લખવા જેવું જ થયું ને? આ હિંસાને ઉપદેશ અન્યના આગમમાં છે. માટે જ તે અમારે પ્રમાણુ નથી. વળી જેને સર્વજ્ઞપણું નથી, એવાં પુરુષે આ આગમ રચ્યો છે. માટે પણ એ પ્રમાણે નથી. અને એ આગમને કેણે સ્વીકાર્ય છે? તે ક્રૂર અને નિર્દય પુરુષોએ જ
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy