SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નંદિસૂત્રનાં પ્રવચન પાણીને ધેધ ચાલુ જ રહે. નહિ તો એ કૂ નકામે. એવી રીતે આત્માને સાંભળવાની ઈચ્છા –જિજ્ઞાસા–હોય, એ “સર” કહેવાય. એ જેને હાય, એને જ્ઞાનને પ્રવાહ કેઈ દિ' સૂકાય નહિ. એટલે વિચારના-શાસ્ત્રના ધરૂપ પાણીને જે પ્રવાહ, એને માટે આ જિજ્ઞાસા “સર” કહેવાય. એ “સર ન હોય તે સાંભળેલી વસ્તુ થળીને કૂપ કહેવાય. જેસલમેરના રણમાં થળીને કૂવા હેય. એ ૩૦૦-૩૦૦ ફૂટ ઊંડા હોય, પણ એમાં “સર” ન હોય. એટલે પાણી ન આવે. સૂકાઈ જાય. તેમ જિજ્ઞાસા ન હોય તે જ્ઞાન પ્રવાહ પણ સૂકાઈ જ જાય. અને જેમ બાદશાહ તકિયા ગાદી પાથરીને બાદશાહીથી બેઠાં હોય, તે વાત સાંભળે, પણ એને જિજ્ઞાસા નથી. તમે બેલે, એ સાંભળે, ને એને ઊંઘ આવે તે સારું. એનું નામ શુશ્રષા-શ્રવણ સમીહાન કહેવાય. આ પણ સાચી જિજ્ઞાસા કોને કહેવાય? તે સાચી જિજ્ઞાસા હિય એને તેનું - “મન રીઝે તનુ ઉલસેજી, રીઝે બુઝે એકતાન, તે ઈચ્છા વિણ ગુણ કથાજી, બહેરાં આગળ ગાન રે જિનાજી.” મનમાં આનંદ આનંદ થઈ જાય. એ આનંદથી એના શરીરના રુંવાડા ખડા થઈ જાય. એકતાન થઈ જાય. ઝવણમાં તન્મય બની જાય.
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy