________________
૪૨
श्रीकुमारविहारशतकम्
चंचच्चंद्रोदयाढ्यं सवृषमुनिगणं चारुचित्रं सकुंभं भास्वत्ताराभिरामं समकरमिथुनं दीप्तसिंहं सकेतुम् । स्वर्वर्मोल्लासिताशं (तांसं ) सगुरुकविबुधं मंगलोद्बोधहेतुः किं वा दृष्टांतमुच्चैः सतुलमनुकरोत्यंबरस्य श्रियं यत् ||३७||
...
अवचूर्णि :- चंचच्चंद्रोदयाढ्यं सवृषमुनिगणं चारुचित्रं सकुंभं भास्वत्ताराभिरामं समकरमिथुनं दीप्तसिंहं सकेतुं स्वर्वर्मोल्लासिता सगुरुकविबुधं मंगलोद्बोधहेतुः सतुलं यच्चैत्यं उच्चैरंबरस्य दृष्टांतं वा अथवा श्रियं अनुकरोति । अथवा यच्चैत्यं अंबरस्य आकाशस्य श्रियं किंवा पुनरर्थे अदृष्टं पापं तस्य अंतो यस्मात् । पक्षे अदृष्टोऽतः प्रांतो यस्य तत् । चंद्रोदयो वितानं पक्षे चंद्रस्य उदयः । वृषः पुण्यं । मुनयः सप्तर्षयः । चित्राणि पक्षे नक्षत्रं । कुंभो घटविशेषः । तारा दृशः अंबरे । मकरः मत्स्यमिथुनं । स्वर्वर्त्मना उल्लासिताः आशाः यत्र तत् अम्बरम् पक्षे आराधनाकर्तुः स्वर्वर्त्मनः उल्लासिता आशा इच्छा येन तत् चैत्यम् । तुला तोलनयंत्रम् । पक्षे वृषकुंभमकरमिथुनसिंहतुलाराशयः । गुरुकविबुधमंगला ग्रहाः ||३७||
१ A यंत्रः ।
...
ભાવાર્થ - જે કુમારવિહાર ચૈત્ય આકાશની શોભાને ધારણ કરે છે. આકાશ ચળકતા એવા ચંદ્રના ઉદયથી વ્યાપ્ત છે, તો આ ચૈત્ય ચંદરવાના ઉદયથી યુક્ત છે. આકાશમાં સવૃષ એટલે વૃષ રાશિ સહિત મુનિગણ એટલે સાત ઋષિઓના તારાઓ છે, તો આ ચૈત્યમાં સવૃષ એટલે ધર્મ સહિત મુનિઓના ગણ દેવવંદન કરવાને આવે છે. આકાશમાં ચારૂ એટલે સુંદર ચિત્રા નક્ષત્ર છે, તો તે ચૈત્યમાં સારાં સારાં ચિત્રો છે. આકાશમાં કુંભરાશિ છે, તો તે ચૈત્ય કુંભ - કલશવાળું છે. આકાશ પ્રકાશમાન એવા તારાઓથી સુંદર છે, તો તે ચૈત્ય
-