________________
श्रीकुमारविहारशतकम्
गंधाकृष्टालिजालैस्त्रिदशपतिशिरःशेखरसस्तदामस्तोमैरभ्यर्चितं ते पदकमलमहं नाथ नित्यं दिदृक्षुः । एणः किं त्वेष वैरी त्रसति हरिकुलाद्भद्रपीठीनिषण्णादित्येवं यत्र देवं प्रणिगदति शशी बिंबितो द्वारवेद्याम् ॥५४॥
___ अवचूर्णि:- हे नाथ गंधाकृष्टालिजालैः त्रिदशपतिशिरःशेखरस्रस्तदामस्तोमैः अभ्यर्चितं ते तव पदकमलं अहं नित्यं दिदृक्षुरस्मि किंतु एष वैरी एणः भद्रपीठीनिषण्णात् हरिकुलात् त्रसति यत्र द्वारवेद्यां बिंबितः शशी देवं इत्येवं प्रणिगदति ब्रवीतीत्यर्थः । त्रसैच् भये। भ्रास्भ्लास्भ्रम्क्रम् क्लम्त्रस्' (सिद्धहेम. ३/४/७३) इति सूत्रेण वा श्ये त्रसति इति रूपं । भद्रपीठी सिंहासनं तत्र निषण्णादुपविष्टात् हरिकुलात् सिंहसमूहात् ॥५४॥
ભાવાર્થ - જે કુમારવિહાર ચૈત્યની દ્વારવેદિકામાં પ્રતિબિંબિત થયેલો ચંદ્ર તે પાર્શ્વનાથ પ્રભુને પ્રાર્થના કરે છે કે, “હે નાથ, સુગંધથી આકર્ષિત થયેલા ભમરાઓના જાલવાલા ઈદ્રોના મસ્તકોના શેખરમુગટમાંથી ખરી પડેલા પુષ્પમાલાના સમૂહોથી પૂજાએલા તમારા ચરણ કમલને જોવાની હું નિત્યે ઈચ્છા રાખું છું, પરંતુ, આ મારો વૈરી મૃગ તમારા ભદ્રપીઠ ઉપર બેઠેલા સિંહની પ્રતિમાથી ત્રાસ પામે છે. ૫૪
' વિશેષાર્થ - તે ચૈત્યની દ્વારવેદિકામાં પડેલા ચંદ્રના પ્રતિબિંબ ઉપર ગ્રંથકાર કલ્પના કરે છે કે, ચંદ્ર પ્રભુની પાસે આવીને પ્રાર્થના કરે છે કે, “હે નાથ નિત્યે તમારા ચરણ-કમલને જોવાની મારી ઈચ્છા છે, પણ હું શું કરું કે, મારી પાસે રહેલો આ મૃગ મારે વૈરી થયો છે. કારણ કે, તે તમારા ભદ્રપીઠ ઉપર રહેલા સિંહથી ડરે છે. જો તે મૃગ સિંહથી ભય પામતો ન હોત તો હું હમેશાં તમારા ચરણકમલના દર્શન કરત. વળી હે નાથ ! તમારૂં તે ચરણકમલ ઈંદ્રોના મસ્તક ઉપર રહેલ પુષ્પમાલામાંથી ખરી પડેલા પુષ્પો વડે પૂજાએલું છે. અર્થાત્ ઈંદ્રો તમારા