________________
‘બિનરાગસ્તોત્રમ્ વિશે પૂજ્યોનો અભિપ્રાય
તમારું એક વ્યંજન ઉપર રચના કરેલ ચોવીસ જિનની સ્તવનાનું પુસ્તક મળ્યું. ગંભીર અર્થવાળું બન્યું છે. અન્વય અર્થ સમજવાથી વ્યંજનથી જોડાયેલ શબ્દોનો અર્થ સમજવામાં આવે છે. અન્વયાર્થ ન હોય તો વ્યંજનથી બનેલ શબ્દોમાંથી અર્થ કાઢવો ઘણો અઘરો છે.
ખરેખર મૃતદેવીની કૃપાથી અને દેવગુરુના મળેલા આશીર્વાદથી આવી સુંદર સ્તુતિની રચના કરી છે તેની ભૂરિ અનુમોદના.
ઉત્તરોત્તર શ્રત દ્વારા અનેક સુંદર રચના દ્વારા જૈન શાસનની પ્રભાવના કરતાં રહો એ જ એક મંગલ કામના.
પૂ. આ. વિ. રાજેન્દ્ર સૂજી મ. (પૂ. આ. વિ. ભુવનભાનું સૂજી મ.)
કાવ્ય રચના બદલ અભિનંદન. “સૌમ્યવદના' કાવ્યનું ઘડતર બે વ્યંજનોમાં થયું, આમાં એક જ વ્યંજન વાપરીને તમે વર્તમાનમાં સંસ્કૃત સર્જન ક્ષેત્રે એક ચમત્કાર સરજ્યો છે, એમ કહેવું જ રહ્યું. મુદ્રણાદિ પણ મનોહર બન્યું છે. બે વ્યંજન-અક્ષરમય કાવ્ય, પછી એક વર્ણ-વ્યંજનમય રચના : આવા તમારા કાવ્ય-કૌશલ્યને કયા શબ્દોમાં બિરદાવવું?
પૂ. આ. વિ. પૂર્ણચંદ્ર સૂરિજી મ.
નૂતન કાવ્ય જિનરાજ સ્તોત્ર મળ્યું.
દેવગુરૂ કૃપાથી પ્રાપ્ત થયેલ શક્તિનો ખૂબ જ વિકાસ થાઓ અને જૈન શાસનમાં કાવ્ય-મહાકાવ્યનું સર્જન કરી શાસન પ્રભાવક બનો એ જ શુભકામના.
પૂ. આ. વિ. હેમપ્રભસૂ. જી મ.
'जिनराजस्तोत्रम्' प्राप्तम् । ‘सौम्यवदना'काव्यानन्तरम् शीघ्रं भवता अन्य उपहार: साहित्यजगद्मध्ये स्थापित इति महदानन्दविषयः ।
युष्माकं कृतिदर्शनेन पूर्वाचार्याणां साहित्यकृतीनां स्मरणं भवति ।
पूज्या: श्रीमुनिचन्द्रसूरीश्वराः
અભિપ્રાય