________________
શાંતિ.
( ૨૩૯ )
જે શમ ગુણવાળા મનુષ્ય કથી થતી વિષમતાને ન ઈચ્છતા હતા, એટલે કે કર્મથી થતાં સુખ દુ:ખ, ઉત્તમતા–નીચતા વિગેરે તરફ઼ ઉપેક્ષા રાખતા છતા, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જ્ઞાનના અંશ વડે સમગ્ર જગતને પેાતાના આત્માથી અભેદપણે દેખે, તે મેાક્ષગામી ધાય છે. ૧૫.
ध्यानवृष्टेर्दयानद्याः, शमपूरे प्रसर्पति । વિદ્યાતી વૃક્ષાનાં, મૂઝાતુન્સૂરુનું મવેત્ ॥ ૧૬ ॥
જ્ઞાનસાર, રામાષ્ટ, સ્ને૦ ૪.
ધ્યાનરૂપી વરસાદથી, દયારૂપી નદીને શાંતિરૂપી પાણીને પ્રવાહ જ્યારે ફેલાવા લાગે છે ત્યારે વિકારરૂપી કાંઠાના વૃક્ષાનુ મૂળથી જ ઉન્મૂલન થઇ જાય છે. ૧૬.