SearchBrowseAboutContactDonate
Page Preview
Page 776
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ જ છેડયું. અગિયાર દિવસ સુધી તે મૌન રહ્યાં. આ રીતે કષાયમાં જોડાવાથી સમ્યક્ વમી બારમે દિવસે ક્રાધ કષાયની આલેચના કર્યાં વિના, આયુષ્ય પૂર્ણ થતાં માઠાં પરિણામમાં કાળધર્મ પામ્યા. અગિયાર દિવસમાં વર્ષાની સાધના લૂટાઇ ગઇ. સાધુની ગતિ તા દેવલેાકની હાય પણ મિથ્યાદૃષ્ટિ આવી ગઈ અને ક્લુષિત અધ્યવસાયમાં મૃત્યુ પામવાથી સાધુપણાનું ભાન ભૂલાઈ ગયું.મરીને રાજાને ત્યાં કુમાર પણે ઉત્પન્ન થયા. સંયમ ખૂબ રૂડી રીતે પાળ્યા હતા એટલે સુખ તેા મળ્યું. રૂપ પણ દેવ જેવું હતું. તા પણ મુગા હતા. એ ત્રણ વર્ષોંના થયા પણ ખેલતા નથી. રાજાના કુમાર માટે શું ખાકી રહે? કહેા તેટલા વૈદ્યો, ડોકટરો એલાવ્યા. પણ કુમારને કાઈ ખેલાવી ન શકયું. આમ કરતાં કુમાર અગિયાર વના થયા. અગિયાર વર્ષ પૂર્ણ થઈ ખારમું વર્ષ બેસવાનુ છે, તે જ દિવસે ગામમાં પરમ અવધિજ્ઞાની સંત પધાર્યાં. દેવાનુપ્રિયા ! અગિયાર દિવસ સુધી ક્રાધમાં મૌન રહ્યા હતાં. અગિયાર દિવસ એમણે જ્ઞાન ન આપ્યું, તેનું માઠું ફળ અહીં અગિયાર વર્ષ સુધી ભોગવવું પડયું. જુએ, હવે કેવા યોગ મળે છે. આખું ગામ સતની વાણી સાંભળવા ઉમટયુ છે. રાજા પણ પાતાના પુત્ર-પરિવારને લઇને સતઢ'ને આવે છે. દેશના સાંભળ્યા પછી મહારાજા ગુરૂને પૂછે છે: અહા પ્રભુ! આપ મહાન જ્ઞાની છે. આ મારા એકના એક પુત્ર છે. અગિયાર વર્ષના થયા. ખૂબ ઉપચાર કરાવ્યા પણ એ ખેાલી શકતા નથી. તા એના કયા કર્મીના ઉદયથી એની આ સ્થિતિ થઈ છે! તે આપ કૃપા કરીને કહેા. ગુરૂએ અધિજ્ઞાનના ઉપયોગ મૂકીન જોયું. હવે કુમારના પૂર્વભવ કહે છે. હું રાજન્ ! તમારા કુમાર પૂ॰ભવમાં સાધુ હતા. ૫૦૦ શિષ્યાના ગુરૂ મહાન વિદ્વાન આચાર્ય હતા. શુદ્ધ સંયમનું પાલન કર્યુ હતુ. એટલે રાજકુમાર અનુપમ સૌંદર્ય પામ્યા. પણ એણે આગળ કહેવા પ્રમાણે જે બન્યું હતું તે કહ્યું. એ કષાયને કારણે એની આ પરિસ્થિતિ થઇ છે. કુમાર મૂંગા હતા. પણ કાને સાંભળી શકતા હતા, તેથી ગુરૂની વાત ખૂબ ધ્યાનપૂર્વક સાંભળી. અંદરનો પશ્ચાતાપ ઉપડયા. અહા ! મેં આવું ઉત્તમ ચારિત્ર લઈને આવું કર્યુ ? એમના મેાટાભાઈ તપ, વૈયાવચ્ચ દ્વારા કમ ખપાવીને મેક્ષે ગયાં. એ પણુ ગુરૂમુખેથી સાંભળ્યું. અહા ! મારાભાઇ તપ કરી વૈયાવચ્ચ કરી ક્રમેર્યાં ખપાવી ધ્યેયની સિદ્ધિ કરી ગયા. અને મેં ઘણું જ્ઞાન મેળવીને આવું કર્યું ! અંદરના ઉહાપાહ થતાં વાચા ખુલી. ગુરૂદેવને વંદન કરી પૂછે છે. ગુરૂદેવ ! હવે હું શું કરું કે જેથી મને જ્ઞાન મળે ? ગુરૂદેવ કહે છેઃ કારતક મહિનાની પાંચમથી લઈ ને દરેક મહિનાની શુકલ પક્ષની પાંચમે ઉપવાસ કરવા. જ્ઞાનના ૫૧ ગુણુ છે. જેથી ૫૧ લેગસ્સના કાઉસ્સગ્ગ, ૫૧ વદણાં ને “નમેા નાણસ્સ” એમ ૨૦ માળા ગણજે. જેથી તારા નાના— વરણીય કાઁના આવરણા ખસવા માંડશે અને પૂર્વે હતુ. તે જ્ઞાન પ્રગટ થશે.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy