SearchBrowseAboutContactDonate
Page Preview
Page 753
Loading...
Download File
Download File
Page Text
________________ لاف ને! આમ ખેલતા સન્યાસીએ નીચે ખરી પડેલી જીવાતને વીણીને પાછી ગુમડામાં કી દીધી. રાજવૈદ્ય તા આ જોઇ સ્તબ્ધ બની ગયા, પણ દરબારના હુકમ હતા એટલે પ્રણામ કરીને સેવા આપવાની વાત કરી ત્યારે ખડખડાટ હસતા સંતે કહ્યું-ભાઈ! તું તારા રસ્તે પડે. અમારુ કામ અમારા પ્રાણના ભોગે પણ બીજાને જીવાડવાનુ છે. રાજવૈદ્ય સતને વંદન કદી રવાના થઈ ગયા. દેવાનુપ્રિયે ! ત્યાગીની દયા અલૌકિક હોય છે. ત્યાગીની મસ્તી, ત્યાગીના આનંદ, આર ડાય છે. પણ તમને હજી અમારા ત્યાગની મહત્તા સમજાણી નથી, એટલે સ`સારમાં એસી રહ્યાં છે. ભૃગુ પુરોહિત, યશા ભાર્યાં અને તેના એ પુત્રાને ત્યાગની મહત્તા સમતણી હતી. એટલે તેઓ સયમ લેવા માટે ઘરખાર છેાડીને નીકળી ગયા. સામેથી સંતની પાસે ગયા. ઈષુકાર રાજાની નગરીમાં કોઈ જાતના ભય ન હતા. ચાર લૂંટારૂની બીક ન હતી. ''આજની માફક સેલટેક્ષ ને ઇન્કમટેક્ષના લફરા ન હતાં. ખારણાં ખુલ્લાં મૂકીને સૂઈ જાય તે પણ ચિંતા નહિ. મધ્યરાત્રે પણ કાઈ ખહેન-દિકરી બહાર નીકળે તે બહારવટીયા પણ એની સામે ઉંચી આંખ કરીને જોતા નહિ. એવા ન્યાયી ઇષુકાર રાજાની છત્રછાયામાં પ્રજા સુખી હતી. રાત્રે પણ પ્રજાજના ઉંઘી જાય ત્યારે રાજા છૂપા વેશે જોવા નીકળતા કે મારી પ્રજા દુઃખી તા નથી ને? પ્રજા ગમે તેટલી ધનવાન હાય તા પણ રાજા કદી એના હિસાબ લેતા નથી કે આટલુ બધું તમે કયાંથી લાવ્યા ! કેવી રીતે કમાયા ? આજની સરકાર તા તમને ચૂસી રહી છે. સરકારના લફરામાંથી છુટીને ઘેર આવ્યાં એટલે પત્ની-પુત્ર આદિ માખીઓ ચારે બાજુથી ચટકા ભરવા માંડે, કે મારે આ જોઈ એ ને તે જોઇએ. એલેા તા ખરા! સુખ કયાંય છે ખરુ? ઘરમાંય દુઃખ, દુકાનમાં દુઃખ. ઘરની ગાડી લઈ ને બહારગામ જતા હૈ। ત્યારે વનવગડામાં અધવચ કદાચ લૂટારા મળ્યા તા ગાડીમાંથી તમને ઉતારી માલમિલ્કત લૂંટી લે છે. એટલું જ નહિ પણ તમારી ગાડીમાં એસીને લૂંટનારા રવાના થઈ જાય છે. હવે કમલાવતી રાણીના પૂછવાથી દાસીએ કહ્યુ કે બ્રાહ્મણુ તેના કુટુ ́બ સાથે દીક્ષા લેવા નીકળી ગયા છે. તેની ઋદ્ધિ આપણા રાજ્યમાં આવી રહી છે. એની ઋદ્ધિ કેટલી બધી છે ! એ આપને જોવું હોય તેા ગાડા અહી ઉભા રાખુ આ મહારાણી રાજાના ભંડાર ભરવામાં રાજી ન હતી. એને એક વાત સમજાણી હતી કે જો એને ભાંગવવા જેવુ' હાત તા એ બ્રાહ્મણ છેડીને શા માટે ગયા ? આ લક્ષ્મીમાં રાચવા જેવુ નથી. એટલે એણે માથું ધુણાવીને દાસીને કહ્યું કે, ઇષુકાર રાજા મહાન ભાગ્યવાન છે. એના ભડાર ભરપૂર છે તે આવી બ્રાહ્મણની લક્ષ્મી લાવવાની શી જરૂર? રાણી. મહાન સતી શિરામણી છે. કદી મહેલના ઝરૂખેથી તે બહાર દૃષ્ટિ પણ કરતી ન હતી. પણ દાસીની વાત સાંભળી રાણી ઉભી થઇ.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy