SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ કરશે કે મારી પેઢી ફૂલે છે માટે જે જે લેવું હોય તે લઈ જાવ. એમ સામેથી જાહેરાત કરે. તેમ ભગવાન મહાવીર સ્વામીએ પણ જાહેરાત કરી કે હે કર્મો! તમારું દેવું ચૂકવવા માટે સંસાર છોડી ત્યાગી બને. જેને આવવું હોય તે ખુશીથી આવે. જેનું જે લેણું બાકી હોય તે લઈ જાવ. - તમે જ્યારે દેવું ચૂકવવા બેસે ત્યારે લેણદારો હાજર જ હોય. શાહુકાર પાસે લેવા જાવ પણ પૈસા ખલાસ થઈ જાય તે શું કહે ? હવે એની પાસે શું છે તે આપવાનો છે! ખાલી દેડાડી શા માટે કરવી? હમણું તે આપી શકે તેમ નથી. પણ જેવી કેને ખબર પડે કે એના ઘર-બાર વેચીને પણ દેણું પૂરું કરે છે ત્યાં તે લેણદારે લેવા માટે દેડા દોડ કરી મૂકે. ચાલે, હવે એ દેવા માટે તૈયાર છે તે આપણે આપણું લેણું લઈ આવીએ. તેમ જે માણસે કર્મના દેવામાંથી છૂટા થવા માંગે છે એની પાસે કર્મરૂપી લેણદારે લેવા આવે છે. “મારૂં મને પહેલાં આપી દે.” જે ધર્મના માર્ગે જાય છે તેને મુશ્કેલીઓ ખૂબ નડે છે. સાચા માર્ગે જાય તેને દુખ પડે. અને જે આત્માના માર્ગે જાય તેને ન ધારેલી વિપત્તિઓ આવીને કસેટ કરે છે. કઈ માણસ ધર્મિષ્ઠ બને અને જે તેના માથે સંકટ આવે ત્યારે અજ્ઞાની લેક શું બોલે છે? જુઓ! ધમીને ઘેર ધાડ પડી અને પાપીને ઘેર પતાસાં” ભાઈ! આ ધાડ નથી પણ સેવાની કેસેટી છે. સુવર્ણની પરીક્ષા અગ્નિમાં થાય છે ત્યારે જ તે સો ટચનું સોનું બને છે. તેમ આપણે આવી કસોટીમાંથી પાર ઉતરીએ ત્યારે જ આત્માને સુવર્ણ જે બનાવી શકીએ. જે આપણે આત્માની પૂર્ણતાને પામવું હોય તે જુના વેર, ઝેર, કલેશ, કંકાશ કાઢી નાખે. કેઈ જુના વેરને યાદ કરાવે તે કહો કે હવે એ વાતને જવા દે. ભૂલી જાવ. ઝગડો થયું હતું. ૧૯૬૫ માં અને અત્યારે ૧૯૭૦ની સાલ ચાલે છે. એ વાતને પાંચ વર્ષો વીતી ગયા. હવે એ કોણ મૂખ હેય કે જુના ઘાને તાજો કરીને પાછો જીવતે કરે. આજના માનવી તે જુની જુની વાતે જ યાદ કર્યા કરતા હોય કે આ મને આમ કહ્યું હતું, આણે મારું અપમાન કર્યું હતું, આવી જુની વાતને યાદ કરી મગજમાં ભરી ભરીને બેઠા છે તેથી સ્કૂર્તિમય, સુંદર, જ્ઞાનની વાતે અંદર ભરી શકતા નથી. સારી વાતને યાદ રાખવા અંદર જ સડો ભર્યો છે તેને બહાર કાઢ ઝડશે. માની લે કે તમારે કોઈની સાથે સારા સંબંધ થયે હેય, તે વખતે કે તમને જાની વાતે યાદ કરાવે કે તમે આની સાથે બેસતા થઈ ગયા! તમારે તે એની સાથે કેવા ઝગડા થયા હતા ! શું એ વાત તમે ભૂલી ગયા? આવા ઈર્ષાળુ માણસે પણ છે.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy