SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ આપી. પિતે આપેલા વચન પ્રમાણે રાજાએ તેને પણ એક પહોર માટે રાજા બનાવવાને સેવકોને હુકમ કર્યો આ વણિક વિચારવા લાગ્યું કે રાજા બનવું તે ઠાઠમાઠથી બનવું અને રાજશાહી પિશાક પહેરીને સિંહાસને બેસું તે એમ લાગે કે હું રાજા બને છુ. એટલે તેણે પહેલાં હજામને બેલાવ્યું. શરીરે મર્દન કરાવ્યું. આ બધું કરીને સ્નાન કર્યું. પછી રાજપિશાક તથા આભૂષણે મંગાવ્યા. સેવકોએ સુંદર વ અને આભૂષને એની સામે ઢગલે કરી દીધું. આ જોઈને વણિક તે મૂંઝવણમાં પડયે કે કો કયે પિશાક પહેરું? અને ક ન પહેરું? આ સારે છે પણ બીજે એનાથી વધુ સારે છે અને પેલે તે એનાથી પણ વધુ ચઢિયાત છે. આમ પિશાકની પસંદગીમાં એને ઘણે સમય વિતી ગયે. છેવટે એક મનગમતે પિશાક પહેરીને સિંહાસને બેઠે ત્યાં પ્રધાને ઘંટડી વગાડીને જાહેર કર્યું. “આપને એક પહોર પૂરું થઈ ગયું છે, માટે તમે રાજ પિશાક ઉતારી નાંખે.” પેલે રાજા બનેલે વણિક બોઃ અરે ભાઈ! હું તે હમણાં જ સિંહાસને બેઠો છું. મેં તે હજુ કંઈ હુકમ પણ છોડે નથી. અને મને શેના ઉતારી મૂકે છે? પ્રધાને કહ્યું : એ બધે તમારે પહેલાં જ વિચાર કર જોઈએ. તમે તે સ્નાન કરવામાં અને શણગાર સજવામાં જ રહી ગયાં. તમારા મિત્ર તે એવું કંઈ જ કર્યા વિના ઝટ દઈને સિંહાસન પર ચઢી બેઠા હતા. તેણે તો ક્ષણવારનો વિલંબ કર્યો ન હતો. આ દરમ્યાન જે માંગવાવાળ આવ્યાં તેમના માટે કરેને આજ્ઞા આપી કે આમને જેડા મારે. મારી પાસે શું છે તે માંગવા આવ્યા છે? ખાલી મારી પાસે માંગીને આબરૂ લે છે! ભાગો અહીંથી. હું તે ખાલી મોજ માટે રાજા બન્યું છું. તમારા માટે નહિ, એમ કહી સિંહાસનેથી ઉતરી શજ પોષાક ઉતારી ઘેર જવા પાછો ફર્યો. ત્યારે રસ્તામાં એને પણ જૂતિયાને માર ખા પડયા. ચારે બાજુથી લેણીયાને ઘેરી વળ્યાં અને કહ્યું કે, રાજ્યના ખજાનામાંથી શું લાવ્યા છે? અમારી લેણી રકમ ચૂકતે કરે. તમે એક પ્રહર માટે રાજા બનીને શું કર્યું? પેલે બિચારે ખૂબ પસ્તા કરવા લાગ્યા. માંડ માંડ લેણીયામાંથી છૂટ. દેવાનુપ્રિયે! આ દષ્ટાંતદ્વારા એ સાર ગ્રહણ કરવાને છે કે સમય કેટલે કિંમતી છે! બંને મિત્રોને એક એક પ્રહરનું રાજ્ય મળ્યું, પણ પહેલા મિત્રે શણગાર અને સ્નાનમાં સમય નહિ ગુમાવતાં સમયને ઓળખી સદુપયેગ કર્યો. તેથી તે મહાન ધનવાન બની ગયે. કરજથી મુક્ત થયો અને બીજાએ સ્નાન કરવામાં અને શણગાર સજવામાં જ સમય ગુમાવ્યું. પરિણામે નિર્ધન અને દેવાદાર જ રહયે. મનમાં ઘણે પસ્તા થયે પણ સમય વીત્યા પછી પસ્તા કરે બેકાર છે. તમે પણ આ મનુષ્યભવના મેંઘેરા અવસરને પાવાપીવામાં, સારાં વસ્ત્રો પહેરી ફક્કડ થઈને ફરવામાં જ ગુમાવી દેશે તે કર્મના કરજથી મુક્ત નહિ બને. અને આત્માની શાશ્વત લક્ષ્મી પણ નહિ મેળવી શકે. પરિણામે
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy